ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રદિપસિંહ જાડેજા સામે ફોજદારી ફરિયાદ મુદે હાઈકોર્ટે સરકારને નોટીસ પાઠવી - hc gave notice to govenment

અમદાવાદઃ ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવાના મેટ્રો કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકારતા ગુરૂવારે જસ્ટીસ એસ.એચ વોરાએ આ મુદે રાજ્ય સરકારને નોટીસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 16મી જાન્યુઆરીએ થશે.

p
પ્રદીપસિંહ જાડેજા સામે ફોજદારી ફરિયાદ મુદે હાઈકોર્ટે સરકારને નોટીસ પાઠવી

By

Published : Jan 9, 2020, 7:15 PM IST

અરજદાર તરફે હાઈકોર્ટમાં દાખલ અરજીમાં માગ કરવામાં આવી છે કે, મેટ્રો કોર્ટના આદેશને રદ કરવામાં આવે અથવા તેના પર સ્ટે મુકવામાં આવે. ગત 21મી ડિસેમ્બરના રોજ મેટ્રો કોર્ટે પ્રદિપસિંહ જાડેજા વિરૂદ્ધ 12 વર્ષ જુની 2007ની ફરિયાદના આધારે ફરિયાદ દાખલ કરવાનો આદેશ કર્યો હતો.

પ્રદીપસિંહ જાડેજા સામે ફોજદારી ફરિયાદ મુદે હાઈકોર્ટે સરકારને નોટીસ પાઠવી

શહેર કોગ્રેસના પૂર્વ પ્રમુખ પંકજ શાહ દ્વારા આચારસહિંતાના ભંગની ફરિયાદ ચૂંટણી પંચ સમક્ષ કરવામાં આવી હતી. પંકજ શાહે પ્રદિપસિંહ જાડેજા વિરૂદ્ધ આર.પી. એક્ટની કલમ 127 (સી) મુજબ ફરિયાદ દાખલ કરી હતી. ચૂંટણી ચાલી રહી હતી ત્યારે જાડેજાએ નરેન્દ્ર મોદી અને માતાની સ્તુતિનો ઉલ્લેખ દર્શાવતી પત્રિકા છપાવી તેનું વિતરણ કર્યું હતું. 22મી ઓક્ટોબર 2007ના રોજ પંકજ શાહે ચૂંટણી પંચ અને જિલ્લા કલેક્ટર સમક્ષ પ્રદીપસિંહ જાડેજા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details