અમદાવાદને છેડે આવેલા ભાડજ ગામના હરેકૃષ્ણ મંદિરના, જ્યાં કીર્તન ઉત્સવ અને ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. 31મીની રાત્રે શરુ થયેલો કાર્યક્રમ પહેલી જાન્યુઆરીના પ્રવેશ સુધી ભક્તિમય થીમ પર વિવિધ રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો.
હરેકૃષ્ણ મંદિરમાં ભક્તિભર્યાં માહોલમાં 2020ને આવકારવા રંગારંગ કાર્યક્રમો યોજાયાં - રંગારંગ કાર્યક્રમો યોજાયાં
અમદાવાદઃ 2020ના પ્રથમ દિવસને આવકારવા માટે અમદાવાદ શહેરના મંદિરોમાં પણ આગવો ઉત્સાહ 31મીની મધ્યરાત્રિએ જોવા મળ્યો હતો. શહેરના ભાડજમાં આવેલાં હરેકૃષ્ણ મંદિરમાં કીર્તન ઉત્સવ સાથે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરી નવા વર્ષને વધાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલાં ભાવિકોએ ફેમિલી કાર્નિવલ, ગેમ્સ, સ્કીટ, હરિનામ સંકીર્તન, દીપોત્સવમાં ભાગ લીધો હતો. ભારતીય પુરાણકથાઓના કેટલાક દ્રશ્યો પણ અહીં ભજવાયાં હતાં અને મંદિરમાં બિરાજમાન ભગવાનની મધ્યરાત્રિએ આરતી પણ ઊતારવામાં આવી જેના દર્શન કરી ઉપસ્થિતોએ નવા વર્ષને વધાવ્યું હતું.
અમદાવાદ શહેરના નાગરિકોની આ અન્ય તસવીર પેશ કરી રહ્યાં છે આ દ્રશ્ય, જેમાં એકતરફ શહેરના રાજમાર્ગો પર એકઠાં થઈને પાશ્ચાત્ય ઢબછબથી, બલૂન્સ ઉડાડી, પીપૂડાં વગાડીને, ડાન્સ કરીને નવા વર્ષને વધાવવામાં આવ્યું હતું, તો ભાડજના આ મંદિરમાં જોવા મળ્યું તેમ ભગવાનને ભજતાં ભજતાં નવા વર્ષને આવકારવાનો ભારતીયતાસભર એવો જુદો માહોલ જોવા મળ્યો હતો.