હરેન પંડયા કેસ વિશે વાતચીત કરતા આરોપીના વકીલ ઈલ્યાસ ખાને જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી આજીવન કેદની સજાને સંદર્ભે અમદાવાદ પોટા કોર્ટ જજ એમ.કે દવે એ આરોપી અસગર અલીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આરોપી અન્ય એક મર્ડર કેસમાં હૈદરાબાદ જેલમાં બંધ હોવાથી તેને આજે પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે અગાઉ પણ કેસના 11 આરોપીઓનને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા.
હરેન પંડયા મર્ડર કેસના મુખ્ય આરોપીને સુપ્રીમ કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો - દિલ્હી CBI
અમદાવાદઃ વર્ષ 2003માં ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન હરેન પંડયાની હત્યા થઈ હતી. આ કેસમાં ગુરુવારે અમદાવાદ સ્પેશયલ પોટા કોર્ટે મુખ્ય આરોપી અસગર અલીની જ્યુડિશિયલ કસ્ટડીનો આદેશ આપ્યો છે અને આરોપીને સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવાનો હુકમ કર્યો છે. સુપ્રીમ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફરમાવતી ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો હતો.
haren pandya murder case
સુપ્રીમ કોર્ટે ગતે 5મી જુલાઈના રોજ હરેન પંડેયા મર્ડર કેસમાં સંડોવાયેલા તમામ 12 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. જો કે, ત્યારબાદ દિલ્હી CBIએ અમદાવાદ પોટા કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તમામ આરોપીઓના ભાગી જવાની શકયતાને પગલે કસ્ટડીની માંગ કરતા કોર્ટે તમામ આરોપીઓ વિરૂધ વોરન્ટ પણ ઈશ્યું કર્યું હતું. આ તમામ આરોપીઓને અગાઉ ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા. જોકે સુપ્રિમ કોર્ટે ટ્રાયલ કોર્ટના આજીવન કેદની સજાને માન્ય રાખી છે.