ગુજરાત

gujarat

ETV Bharat / state

‘હાર્દિક પટેલ સમાજનો ગદ્દાર...કેમ?’ અમદાવાદમાં લાગ્યા પોસ્ટર - ahmedabad

અમદાવાદ: કોંગ્રેસમાં જોડાયા બાદ PAASના કાર્યકર્તાઓ જ હાર્દિક પટેલનો વિરોધ કરી રહ્યા છે. તે ઉપરાંત અલગ-અલગ શહેરોમાં હાર્દિકને સમાજનો ગદ્દાર ગણાવતા પોસ્ટર લાગ્યા છે. ત્યારે અમદાવાદના હિરાવાડી વિસ્તારમાં પણ હાર્દિકને સમાજનો ગદ્દાર ગણાવતા પોસ્ટર લગાડ્યા છે.

સ્પોટ ફોટો

By

Published : Mar 20, 2019, 6:07 PM IST

હાર્દિક પટેલના ફોટો સાથેના પોસ્ટર લાગ્યા છે. તેની પાછળના કારણો પણ રજુ કર્યા છે.

  • અલ્પેશને જેલમાં મૂકી પોતે રાજકારણમાં જોડાઈ ગયો
  • રાજકીય લાભ ખાટવા માટે 14 પાટીદારોનો ભોગ લીધો
  • શહીદોના પરિવારને ન્યાય અપાવ્યા વગર રાજકારણમાં ગયો
  • પાટીદારોને ગધેડે ચડાવી પાટીદારોના પ્રશ્નોને અધવચ્ચે મૂકીને રાજકારણના ઘોડે બેસી ગયો
  • પાટીદારોને માર ખવડાવી પોલીસ જોડે દુશ્મની કરાવીને હાર્દિક ગદ્દાર રાજકારણમાં જોડાઈ ગયો
  • પાટીદારોના દીકરાઓને જીવન સુધારવાની જગ્યાએ બરાબર કરીને રાજકારણમાં જતો રહ્યો

વધુમાં પોસ્ટરમાં લાગવામાં આવ્યું હતું કે હાર્દિક પાટીદાર સમાજનો થયો નથી. ત્યારે અન્ય સમાજનો શું થશે ?. આ ઉપરાંત હાર્દિકના સમર્થકોને પણ મેંસેજ આપવામાં આવ્યો છે અને લખવામાં આવ્યું કે આ ગદ્દારના સમર્થકોએ સોસોયટીમાં આવવું નહિ.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details