ગુજરાત

gujarat

ETV Bharat / state

હાર્દિક પટેલ નામના ફેસબુક એકાઉન્ટ પર વાંધાજનક પોસ્ટ રજૂ કરી સરકારે મહેસાણા પ્રવેશનો વિરોધ કર્યો - Hardik patel post on facebook against mahesana

અમદાવાદઃ પાટીદાર નેતા હાર્દિક પટેલ પર મહેસાણા જિલ્લામાં પ્રવેશબંધી છે, ત્યારે ઉંઝામાં આવેલા કડવા પાટીદાર કુલદેવી શ્રી ઉમીયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞમાં ભાગ લેવા માટે હંગામી ધોરણે મહેસાણામાં પ્રવેશવાની પરવાનગી માંગતી કરતી રિટ મુદે સોમવારે જસ્ટીસ એસ.એચ વોરા સમક્ષ રાજ્ય સરકારે સોંગદનામાં હાર્દિક પટેલના નામવાળા ફેસબુક પર વાંધાજનક લખાણ બતાવી વિરોધ વ્યકત કરતા કોર્ટે આ મુદે હાર્દિકના વકીલને 19મી ડિસેમ્બર સુધીમાં સોંગદનામું રજુ કરવાનો આદેશ કર્યો છે.

હાર્દિક પટેલ નામના ફેસબુક એકાઉન્ટ પર વાંધાજનક પોસ્ટ રજુ કરી
હાર્દિક પટેલ નામના ફેસબુક એકાઉન્ટ પર વાંધાજનક પોસ્ટ રજુ કરી

By

Published : Dec 16, 2019, 9:34 PM IST

Updated : Dec 16, 2019, 11:35 PM IST

હાઈકોર્ટમાં રાજ્ય સરકારે સોંગનામું રજુ કર્યું હતું જેમાં હાર્દિક પટેલ નામવાળા ફેસબુક એકાઉન્ટની સ્ટોરી પર મહેસાણા પ્રવેશને લઈને વિવાદાસ્પદ લખાણ લખ્યું હોવાથી હાર્દિક ત્યાં જઈને ઉશ્કેરાણી કરશે તેની શક્યતાના પગલે વિરોધ કર્યો હતો.

હાર્દિક પટેલ નામના ફેસબુક એકાઉન્ટ પર વાંધાજનક પોસ્ટ રજુ કરી

અરજદાર હાર્દિક પટેલના વકીલે દલીલ કરી હતી કે, આ હાર્દિકનું સતાવાર એકાઉન્ટ નથી, તેના પર બ્લુ ટીક પણ નથી. સરકારને આ ફેસબુક એકાઉન્ટ સાથે મળેલા નંબરના IP એડ્રેસ સહિતની ચકાસણી કરવામાં આવતી હોવાની દલીલ કરી હતી. હાઈકોર્ટે આ મુદ્દે અરજદારના વકીલ રફિક લોંખડવાલાને સોંગદનામું રજુ કરી 19મી ડિસેમ્બરના રોજ વધું સુનાવણી હાથ ધરવાનો આદેશ કર્યો છે. અગાઉ હાઈકોર્ટે સરકારને હાર્દિકના મહેસાણા પ્રવેશ મુદે એક દિવસ માટે તારીખ નક્કી કરવા મુદે સોંગદનામું રજૂ કરવાનો આદેશ કર્યો હતો.

સરકાર તરફે રજૂ કરાયેલા સોંગદનામામાં હાર્દિક પટેલ નામ ધરાવતા ફેસબુક એકાઉન્ટની સ્ટોરીમાં લખાણ લખવામાં આવ્યું છે કે ભાજપ સરકાર હાર્દિક પટેલને તેની કુળદેવી ઉમિયા માતાના યજ્ઞમાં જતા અટકાવી રહી છે, જે સ્વીકાર્ય નથી. સમાજના છોકરાઓને મારવાવાળી સરકાર ધાર્મિક કાર્યક્રમમાં પણ રાજનીતિ કરી રહી છે. બીજી સ્ટોરીમાં લખવામાં આવ્યું કે યાદ રાખજો સમાજના ગદ્દારોને સમાજના લોકો જ સબક શીખવાડશે, ધાર્મિક કાર્યક્રમમાં રાજનીતિ કરવાવાળા લોકોના કપડા પણ ફાટી જશે.

સરકારી વકીલે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે મહાયજ્ઞમાં અન્ય રાજ્યોના મુખ્યપ્રધાન, કેબિનેટ પ્રધાન અને Z પ્લસ સુરક્ષા ધરાવાતા લોકો આવનાર હોવાથી હાર્દિક પટેલને 23મી ડિસેમ્બર પછી પૂજા માટે પરવાનગી આપવામાં આવે. 23મી ડિસેમ્બર પહેલાં ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતા લોકો પૂજામાં ભાગ લેતા હોવાથી કાયદા અને વ્યવસ્થાના ભાગરૂપે 23મી ડિસેમ્બર પછી હાર્દિકને પૂજામાં ભાગ લેવા માટે મહેસાણા જિલ્લામાં પ્રવેશવાની પરવાનગી આપવામાં આવે. હાર્દિક પટેલના વકીલ દલીલ કરી હતી કે અમે 15મી ડિસેમ્બરથી 24 ડિસેમ્બર 2019 વચ્ચે પરવાનગી માંગી છે.

સરકારી વકીલે હાઈકોર્ટમાં રજુઆત કરી હતી કે 2015માં થયેલા જીએમડીસી ગ્રાઉન્ડની ઘટનાના કેસમાં હાર્દિક દ્વારા બાંહેધરી એફિડેવિટ દાખલ કર્યા બાદ તેના જામીન મંજુર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પણ તેણે ધોળકામાં વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે. બાબરી મસ્જીદ - રામ મંદિર સહિતના મુદા પર બેફામ બોલે છે. હાર્દિક ઉશકેરણીજનક નિવેદનો આપે છે અને જ્યાં જવાની પરવાનગી હાર્દિક માંગવામાં આવી છે તે સ્થળે કોઈ એક સમુદાયને ઉશકેરી શકે તેવો ભય પણ વ્યકત કર્યો હતો.

અરજદાર હાર્દિક પટેલ તરફે દાખલ કરવામાં આવેલી અરજીમાં દલીલ કરવામાં આવી છે કે ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞમાં ભાગ લેવા માટે 15મી ડિસેમ્બર 2019 થી 24 ડિસેમ્બર 2019 સુધી મહેસાણા જિલ્લામાં પ્રવેશ આપવાની છુટ આપવામાં આવે. 18મી ડિસેમ્બર થી 22મી ડિસેમ્બર સુધી મહાયક્ષ યોજાશે. 1લી ડિસેમ્બરથી મંદિરમાં મંત્રો ઉચ્ચાર પણ શરૂ થઈ ચુક્યાં છે. હાર્દિક પટેલે 99 યજ્ઞકુંડની પૂજા કરવા માટે 1.51 લાખ રૂપિયાનું દાન પણ કર્યું હોવાનું સામે આવ્યું છે.

અરજદાર તરફે દલીલ કરવામાં આવી છે કે વિસનગર તોડફોડ કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. એટલું જ નહિ અપીલ અરજી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, જ્યારે મહેસાણા સેસન્સ કોર્ટમાં આ કેસની ટ્રાયલ પણ પુરી થઈ ગઈ હોવાથી હાર્દિક પટેલને મહેસાણામાં પ્રવેશ આપવામાં આવે. હાર્દિક પર મહેસાણા જિલ્લામાં પ્રવેશબંધી બંધારણની કલમ 19(1) વાણી અને અભિવ્યકિતની સ્વતત્રતાં વિરૂધનું છે. પ્રવેશબંધીની શરતને લીધે અરજદારે ત્રણ વર્ષથી તેમની કુળદેવીના મંદિરમાં પ્રવેશ કર્યો નથી. મહેસાણા શેસન્સ કોર્ટ દ્વારા આરોપી હાર્દિક પટેલને તોડફોડના કેસમાં ત્રણ મહિનાની સજા ફટકારી હતી.

Last Updated : Dec 16, 2019, 11:35 PM IST

ABOUT THE AUTHOR

...view details