ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજદ્રોહ કેસની મુદ્દતમાં હાર્દિક હાજર ન રહેતા કોર્ટે બિન-જામીનપાત્ર વોરન્ટ જારી રાખ્યું

વર્ષ 2015 GMDC પાટીદાર અનામત આંદોલન સમયે થયેલી હિંસાની ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા હાર્દિક પટેલ સહિત પાટીદાર બંધુઓ પર લાદવામાં આવેલા રાજદ્રોહ કેસની ટ્રાયલ દરમિયાન હાર્દિક પટેલ શનિવારની મુદ્દતમાં હાજર રહ્યો ન હતો. જે કારણે બીજીવાર કાઢેલું બિન-જામીનપાત્ર વોરંટ જારી રાખ્યું છે.

By

Published : Feb 29, 2020, 11:09 PM IST

Hardik Patel not present during treason case: Court issues non-bailable warrant
રાજદ્રોહની મુદતમાં હાર્દિક હાજર ન રહેતા કોર્ટે બિન-જામીનપાત્ર વોરન્ટ જારી રાખ્યું

અમદાવાદઃ શહેરની સેશન્સ કોર્ટે હાર્દિક પટેલ વિરૂદ્ધ બીજીવાર કાઢેલું બિન-જામીનપાત્ર વોરંટ જારી રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ હાર્દિક પટેલે કોર્ટમાં તમામ શરતોનું પાલન કરવાનું બાહેંધરી પત્ર રજૂ કર્યા બાદ કોર્ટે તેના જામીન મંજૂર કર્યા હતા.

રાજદ્રોહની મુદતમાં હાર્દિક હાજર ન રહેતા કોર્ટે બિન-જામીનપાત્ર વોરન્ટ જારી રાખ્યું

ગત 20મી જાન્યુઆરીના રોજ અમદાવાદ સેશન્સ કોર્ટમાં હાર્દિક પટેલ વિરૂદ્ધ લાદવામાં આવેલા રાજદ્રોહના કેસની ટ્રાયલ દરમિયાન ગેરહાજર રહેતા કોર્ટે તેની વિરૂદ્ધ બિન-જામીનપાત્ર વોરંટ કાઢયું હતું, અને ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાર્દિક પટેલની ધરપકડ કરી લેવામાં આવી હતી.

ગત મહિનામાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાર્દિક પટેલની ધરપકડ બાદ તેના તરફથી અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરાઈ હતી. હાર્દિક પટેલે જામીન મેળવવા માટે કોર્ટની ટ્રાયલ દરમિયાન હાજર રહેવા અંગે બાહેંધરી પત્ર રજૂ કરતા કોર્ટે હાર્દિકના શરતી જામીન મંજૂર કર્યા હતા. જોકે, 15 દિવસ પછી કેસના ટ્રાયલ દરમિયાન ફરિવાર હાર્દિક પટેલ ગેરહાજર રહેતા અમદાવાદ સેશન્સ કોર્ટ દ્વારા બીજીવાર હાર્દિક પટેલ સામે બિન-જામીનપાત્ર વોરન્ટ કાઢવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગત 20મી જાન્યુઆરીના રોજ હાર્દિકની ધરપકડ બાદ, જ્યારે કોર્ટ દ્વારા તેના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે સિદ્ધપુર પોલીસે અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતેથી અન્ય ગુનામાં હાર્દિક પટેલની ધરપકડ કરી હતી. ધરપકડથી મુક્ત થવા હાર્દિક પટેલે સિદ્ધપુરની સ્થાનિક કોર્ટમાં જામીન અરજી દાખલ કરતા કોર્ટ દ્વારા તેના શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.

આ ઘટના બાદ ગત સપ્તાહ દરમિયાન ટંકારાની સ્થાનિક કોર્ટે અન્ય ગુનામાં હાર્દિક પટેલ વિરૂદ્ધ બિન-જામીનપાત્ર વોરંટ કાઢયું હતું. એટલું જ નહીં 2015 GMDC ગ્રાઉન્ડમાં થયેલી હિંસાના કેસમાં ધરપકડ કરવા માટે હાર્દિક પટેલે ગુજરાત સુપ્રીમમાં આગોતરા જામીન અરજી કરી છે, જે હાલ પેન્ડીંગ છે.

ABOUT THE AUTHOR

...view details