અમદાવાદઃ પાટીદાર નેતા અને કોંગ્રેસ પક્ષના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પોતાના દતાલી ખાતેના સ્પર્શ બંગલોમાં રક્ષાબંધનનો તહેવાર મનાવ્યો હતો. હાર્દિકની બહેનને આશીર્વાદ આપતા જણાવ્યું કે, જીવનમાં સંઘર્ષ સાથે આગળ વધવા અને ગરીબ પરિવારોના પ્રશ્નોને વાચા આપવાની વાત કરી હતી.
રક્ષાબંધન પર્વઃ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને પોતાની બહેને બાંધી રાખડી, સંઘર્ષ સાથે આગળ વધવાના આપ્યા આશીર્વાદ - હાર્દિક પટેલની બહેન મોનીકા
પાટીદાર નેતા અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પોતાની બહેન સાથે આજે રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો હતો. હાર્દિક પટેલને પોતાની બહેને રાખડી બાંધી હતી. હાર્દિક પટેલ હાલ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ ગુજરાતના પ્રવાસે છે.
![રક્ષાબંધન પર્વઃ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને પોતાની બહેને બાંધી રાખડી, સંઘર્ષ સાથે આગળ વધવાના આપ્યા આશીર્વાદ અમદાવાદઃ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની બહેને હાર્દિકને બાંધી રાખડી, જીવનમાં સંઘર્ષ સાથે આગળ વધવાના આપ્યા આશીર્વાદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12:25:47:1596437747-gj-ahd-04-hardik-patel-celebrated-rakshabandhan-03082020121725-0308f-1596437245-118.jpg)
પાટીદાર નેતા અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પોતાની બહેન સાથે આજે રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો હતો. હાર્દિક પટેલને તેની બહેને રાખડી બાંધી હતી. હાર્દિક પટેલ હાલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારણી અધ્યક્ષ બન્યા બાદ ગુજરાતના પ્રવાસે છે, પણ રક્ષાબંધનના દિવસે તેની બહેને રાખડી બાંધી તેની રક્ષા માટે પ્રાર્થના કરી હતી. હાર્દિક પટેલે પોતાના દતાલી ખાતેના સ્પર્શ બંગલોમાં રક્ષાબંધનનો તહેવાર મનાવ્યો હતો.
હાર્દિક પટેલની બહેન મોનિકા વહેલી સવારે હાર્દિકના દાંતાલી ખાતેના નિવાસસ્થાને પહોંચી રક્ષાબંધનનો પ્રવિત્ર તહેવાર ઉજવ્યો હતો. મોનિકાએ હાર્દિકને રાખડી બાંધી જણાવ્યું હતું કે, ખૂબ જ પ્રગતિ કરે અને ખૂબ જ આગળ વધી ગરીબોના પ્રશ્નોને સાચા અર્થમાં વાચા આપે. જેને લઈ હાર્દિકે પણ સામે વચન નિભાવવા કટિબદ્ધ છે, તેવું જણાવ્યું હતું.