ગુજરાત

gujarat

ETV Bharat / state

હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ મનરેગા યોજના કૌભાંડ બાબતે સરકાર પર કર્યા ગંભીર આક્ષેપો

મનરેગા યોજના એટલે કે મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગારી ગેરેન્ટી યોજના કેન્દ્ર સરકારની ગરીબોને 100 દિવસની રોજગારી આપતી યોજના છે. આ યોજનામાં મોટાપાયે કૌભાંડ થઈ રહ્યું હોવાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કર્યા છે. જાણો શું છે સમગ્ર કૌભાંડ?

મનરેગા યોજના કૌભાંડ
મનરેગા યોજના કૌભાંડ

By

Published : Aug 1, 2020, 5:43 PM IST

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસમાં તાજેતરમા કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ભાજપ સરકાર પર પ્રહાર કરતાં 50 કરોડના કૌભાંડનો આક્ષેપ કર્યો છે. સરકાર પર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપ કર્યા છે.

આ સાથે જ કેટલાક પુરાવા પણ રજૂ કરી સરકારને ઘેરી છે. કોરોના મહામારી ચાલી રહી છે. આવા સંજોગોમાં મનરેગા મારફત ગરીબ લોકોને રોજગારી મળતી હોવાના સરકાર દ્વારા કરવામાં આવે છે, પરંતુ આ મહામારી દરમિયાન પણ સરકારી બાબુઓ સરકારની રહેમ નજર હેઠળ કરોડો રૂપિયાની ખાઈકી કરતા હોવાના ગંભીર આક્ષેપો ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલે કર્યા છે.

હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ મનરેગા યોજના કૌભાંડ બાબતે સરકાર પર કર્યા ગંભીર આક્ષેપો

હાર્દિક પટેલના આક્ષેપો

  • લોકોના બેંક ખાતા ખોલાવી પૈસા ઉપાડી લેવાયા છે
  • એક ગામમાંથી 50થી 100 લોકોના ખોટા એકાઉન્ટ અને જોબ કાર્ડ પણ બન્યા છે
  • બાલિન્દ્રા ગામમાં 10 કરોડનું કૌભાંડ આચર્યું છે
  • ભાજપના સમર્થકો સરપંચ અને ટીડીઓ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે

જીગ્નેશ મેવાણીના આક્ષેપો

  • બનાસકાંઠાના 300 ગામોમાં મનરેગા કૌભાંડ ચાલે છે
  • કોરોનાના કારણે દેશમાં 16થી 22 કરોડ લોકો બેરોજગાર બન્યા છે

કિરણ પરમાર(ભોગ બનનાર)ના આક્ષેપો

  • મારા નામનું જોબ કાર્ડ બનાવાયું છે
  • મારી જાણ બહાર બેંક ઓફ બરોડામાં મારૂ ખાતું અને ATM
  • ખાતામાંથી પૈસા જમા તથા ઉપાડવામાં આવ્યા છે

જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલનો સરકાર પર બનાસકાંઠામાં 50 કરોડના મનરેગા કૌભાંડનો આક્ષેપ કર્યો છે. જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલે જણાવ્યું કે, બાલિન્દ્રા ગામમાં 10 કરોડનું કૌભાંડ આચર્યું છે. હાર્દિક પટેલે સરકાર પર આક્ષેપ કર્યા છે કે, સમગ્ર ગુજરાતમાં મનરેગાનું રાજ્યવ્યાપી કૌભાંડ આચરવામાં આવ્યું છે અને મનરેગા હેઠળ ગરીબોના રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે.

લોકોના બેંક ખાતા ખોલાવી પૈસા ઉપાડી લેવાયા છે

બનાસકાંઠાના લોકો સાથે કૌભાંડ આચરવામાં આવ્યું છે

હાર્દિક પટેલે જણાવ્યું કે, લોકોના બેેંક ખાતા ખોલાવી પૈસા ઉપાડી લેવાયા છે અને ભાજપના સમર્થકો સરપંચ અને ટીડીઓ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે. એક ગામમાંથી 50થી 100 લોકોના ખોટા એકાઉન્ટ અને જોબ કાર્ડ પણ બન્યા છે. ત્યારે હાર્દિકે સરકાર સામે બાયો ચઢાવી છે અને ચેતવણી આપી છે કે, ગણતરીના દિવસોમાં જો સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

બીજી તરફ જીગ્નેશ મેવાણીએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે, મનરેગા યોજના અંતર્ગત 200થી 250 દિવસ કામ આપવામાં આવે છે અને કોરોનાના કારણે દેશમાં 16થી 22 કરોડ લોકો બેરોજગાર બન્યા છે. ત્યારે હાલમાં 100 દિવસ જ કામ આપવામાં આવી છે. બનાસકાંઠાના 300 ગામોમાં મનરેગા કૌભાંડ ચાલે છે.

આ યોજના અંતર્ગત ગ્રામ પંચાયત દ્વારા કોઈપણ બેરોજગાર વ્યક્તિને 100 દિવસની રોજગારી આપવામાં આવે છે અને તેમને દૈનિક વેતન વધુમાં વધુ રૂપિયા 200 આપવામાં આવે છે. કોઈપણ ગ્રામ પંચાયત પંચાયતના વિકાસ માટે અથવા ભૌતિક સુવિધાઓ વધારવા માટે પણ મનરેગા તરત પોતાના ગામના બેરોજગાર વ્યક્તિઓને રોજગારી મળી રહે અને પંચાયતમાં સુવિધાઓ વધે તે માટે અરજી કરી શકે છે.

મનરેગા અંતર્ગત કેટલાક નાના મોટા કામ કરવામાં આવી રહ્યા છે. જેમાં વૃક્ષારોપણ, આંતરિક રસ્તા, જાહેર શૌચાલય બાંધકામ, જળસંચયના કામો, પ્લેગ રાઉન્ડ, જમીન સમતળ, વર્મિકમ્પોસ્ટ પીટ, સરકાર ઇમારતોનું રંગ-રોપાન, જેવા અનેક કામો કરવામાં આવતા હોય છે.

ઉપરોક્ત તમામ કામોમાં 60 ટકા અને 40 ટકાનો ગુણોત્તર જાળવવા ખૂબ જ જરૂરી છે. જેમાં 60 ટકા મજૂરી કામ અને 40 ટકા સામગ્રી ખર્ચ કરવામાં આવે છે. ગ્રામ પંચાયતના ઉપરોક્ત કામ કરાવવા માટે સૌપ્રથમ પંચાયતની સામાન્ય સભામાં મનરેગા અંતર્ગત કામ કરવાનું ઠરાવ કરે છે અને ત્યારબાદ આ ઠરાવને ફોરવર્ડ લેટર અને તાલુકા વિકાસ અધિકારીને મોકલવામાં આવે છે.

જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો જે છે, તે બનાસકાંઠા જિલ્લાના બાલિન્દ્રા ગામના કેટલાક લોકોના ડોક્યુમેન્ટ પણ રજૂ કર્યા છે. જે લોકોએ ક્યારેય પણ મનરેગા હેઠળ કામગીરી માગી નથી કે, કોઈ ડોક્યુમેન્ટ રજૂ કર્યા નથી તો પણ તેના બેંક ખાતા ખુલી ગયા જેમાં લાખો રૂપિયા જમા પણ થયા અને બારોબાર ઉપડી પણ ગયા ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

બીજી તરફ હાર્દિક પટેલે સરકારને ઘેરતા જણાવ્યું કે, આ એક જ ગામમાં 10 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે. આ મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઇએ સરકારી અધિકારીઓની મિલીભગતથી જ આ કૌભાંડ શક્ય બન્યું છે. જો કે, એક જ ગામમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોય તો રાજ્યભરમાં અબજો રૂપિયામાં તેની કિંમત થઈ શકે છે. જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલનો દાવો છે કે, બે ડઝન જેટલી જગ્યાના પુરાવા તેમની પાસે છે અને આગામી સમયમાં તે પણ પ્રજા સમક્ષ મુકવામાં આવશે. ત્યારે આ મામલે સરકાર દ્વારા તપાસ કરવી ખૂબ જરૂરી બની ગઈ છે.

શું છે મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગારી ગેરેન્ટી યોજના(મનરેગા)?

કેન્‍દ્વ સરકારે તારીખ 7 સપ્‍ટેમ્‍બર, 2005થી મહાત્‍મા ગાંધી રાષ્‍ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ પસાર કર્યો હતો અને ફેબ્રુઆરી 2006થી આ કાયદો અમલમાં આવ્યો છે. મનરેગા યોજના ફકત વિકાસના કાર્યક્રમ નથી. સૌપ્રથમ ગ્રામીણ કુટુંબોને રોજગારી તેમના અધિકાર સ્‍વરૂપે પુરુ પાડી શકે તેવો કાયદો છે.

ગ્રામ્‍ય વિસ્‍તારમાં રહેતાં કોઈ પણ કુટુંબ કે જેનાં પુખ્‍તવયનાં સભ્‍યો બિનકુશળ શ્રમ કરવા ઈચ્‍છુક હોય, તેવા દરેક કુટુંબને કુટુંબદીઠ દરેક નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ 100 દિવસ રોજગારી આપવાનો આ યોજનાનો હેતુ છે. આ યોજનાનો હેતુ ગ્રામિણ કુટુંબનાં પુખ્‍ત વયનાં સદસ્‍યો કે જેઓ બિનકુશળ કામ કરવા ઈચ્‍છુક હોય, તેવા દરેક કુટુંબને કુટુંબદીઠ દરેક નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ 100 દિવસ રોજગારી આપવાનો છે.

યોજનાનો લાભ કોણ લઈ શકે?

રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા કુટુંબો કે જેના પુખ્તવયના સભ્યો શારીરિક શ્રમ થઇ શકે તેવું બિનકુશળ કામ કરવા ઇસિગગુક હોય તેવા દરેક કુટુંબના જીવનનિર્વાહની તકો વધારવા માટે કુટુંબદીઠ નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસ રોજગારી આપવાનો આ યોજનાનો ઉદેશ્ય છે. ગ્રામ્ય ગરીબોને લઘુતમ રોજગારી મળી રહે.

  • દુષ્કાળ અને રોજગારીના દિવસોમાં ગ્રામ્ય લોકોને કામ મળી રહે
  • ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેર તરફ થતું સ્થળાંતર અટકાવા
  • ગ્રામ્ય વિકાસમાં ઉપયોગી થઇ શકે તેવી ટકાઉ સંપત્તિ ઉભી કરાવી અને સર્વાંગી લાગતા કર્યો કરવા

યોજનાના લાભ

  • સામાજિક સુરક્ષા : મનરેગા યોજના થકી રોજગારી પુરી પાડી ગ્રામ્‍ય વિસ્‍તારોમાં નિવાસ કરતાં જરૂરિયાત મંદ કુટુંબોને આજીવીકાના અવસરો આપવામાં મદદરૂપ બને છે
  • આજીવીકા સુરક્ષા સાથે ગ્રામ્‍ય વિસ્‍તારમાં ટકાઉ અસ્‍કયામતોનું નિર્માણ
  • જળસુરક્ષાની સ્‍થિતિમાં સુધાર અને જમીનની ઉત્‍પાદકતામાં વધારો
  • ગ્રામ્‍ય વિસ્‍તારમાં દુષ્‍કાળ નિવારણ અને પુર નિયંત્રણ

કામના પ્રમાણમાં વેતન ચુકવામાં આવે છે. આ અંગે ખાસ NREGAના શ્રમિકો માટે શ્રમિકોને વ્યાજબી વેતન મળી રહે, તે માટે તારિખ 1/4/2018થી રૂપિયા 194/ - દૈનિક વેતન નક્કી કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details