ગુજરાત

gujarat

ETV Bharat / state

મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા હેપી સ્ટ્રીટને 'નો વ્હીકલ ઝોન' જાહેર કરાયો - મ્યુનિસિપલ કમિશનર દ્વારા હેપી સ્ટ્રીટ ને નો વ્હીકલ ઝોન જાહેર કરાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લો ગાર્ડન હેપી સ્ટ્રીટ રોડને નો વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. લોકો પાસેથી મેળવેલા ફીડબેકને આધારે આ પ્રકારે હેપી સ્ટ્રીટ રોડને હવે કર ઝોન જાહેર કરવા અંગે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ કારોબારી સમિતિના તાકીદના કામ તરીકે નિર્ણય કર્યો છે. જો કે, આ સમગ્ર મુદ્દે આખા મામલામાં શહેર પોલીસની ટ્રાફિક બ્રાન્ચનો કોઈ અભિપ્રાય ન લેવાયો હોવાથી વિવાદ સર્જાયો છે.

happy
અમદાવાદ

By

Published : Mar 6, 2020, 8:45 AM IST

અમદાવાદ : મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા લો ગાર્ડન હેપી સ્ટ્રીટને નો વ્હીકલ ઝોન જાહેર કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં તાકીદની દરખાસ્ત લાવીને મંજૂર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, લો ગાર્ડન ખાતે વર્ષો જૂની ખાણીપીણી બજાર નહીં, પરંતુ કેટલાક સમય માટે બંધ કરીને હેપી સ્ટ્રીટ તરીકે નવેસરથી ડેવલપ કરાયો છે.

મ્યુનિસિપલ કમિશનર દ્વારા હેપી સ્ટ્રીટને 'નો વ્હીકલ ઝોન' જાહેર કરાયા

હેપી સ્ટ્રીટ રોડને સાંજે ચાર કલાક પછી ખાણીપીણી બજાર ચાલુ રહે ત્યાં સુધી નો વ્હીકલ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં વાહનો માટે પાર્કિંગની સુવિધા હોવા છતાં પણ વાહનો આડેધડ પાર્ક થતા હોવાની ફરિયાદ ઊઠી હતી. જેના કારણે વાહનચાલકો અને હેપ્પી સ્ટ્રીટમાં આવનાર લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આ દિશામાં સક્રિય પણે વિચારણા કરવામાં આવી હતી, ત્યારે મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા આ જાહેરાત કરી દેવાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details