ગુજરાત

gujarat

ETV Bharat / state

CM ભૂપેન્દ્ર પટેલે નગરદેવી મંદિરે શીશ ઝુકાવીને સુખાકારીની કરી પ્રાર્થના - happy new year 2022

વિક્રમ સંવત 2079ના નવા વર્ષની શુભ શરૂઆત નગરદેવી (happy new year) ભદ્રકાળી ના દર્શન આશીર્વાદથી લોકોએ કરી હતી. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ સવારે અમદાવાદ શહેરની નગરદેવી તરીકે ઓળખાતા ભદ્રકાળી મંદિર ખાતે શીશ ઝુકાવીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. (CM Bhupendra Patel at Bhadrakali Mandir)

CM ભૂપેન્દ્ર પટેલે નગરદેવી મંદિરે શીશ ઝુકાવીને સુખાકારીની કરી પ્રાર્થના
CM ભૂપેન્દ્ર પટેલે નગરદેવી મંદિરે શીશ ઝુકાવીને સુખાકારીની કરી પ્રાર્થના

By

Published : Oct 26, 2022, 12:36 PM IST

અમદાવાદશહેરમાં નવા વર્ષની શરૂઆત લોકોએ નગરદેવી ભદ્રકાળી (happy new year) માતાને દર્શન કરીને કરી હતી. ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાને ગાંધીનગરમાં આવેલા પંચદેવ મંદિર દર્શન કર્યા બાદ નગરદેવી ભદ્રકાળી માતાના દર્શને આવ્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. તો મંદિરમાં હાજર રહેલા લોકોએ મુખ્યપ્રધાનને ભુપેન્દ્ર પટેલને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. (CM Bhupendra Patel at Bhadrakali Mandir)

CM ભૂપેન્દ્ર પટેલે નગરદેવી મંદિરે શીશ ઝુકાવીને સુખાકારીની કરી પ્રાર્થના

નવા વર્ષની સૌની સુખાકારી માટે પ્રાર્થના કરીમુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષમાં ગુજરાતના સતત અવિરત વિકાસ આરોગ્ય અને સુખાકારી સાથે સુખ સમૃદ્ધિ અને વિકાસ લાવનારુ બને તેવી પ્રાર્થના કરી હતી. મુખ્યપ્રધાન સાથે મેયર ગીતા પટેલ અને મંદિરના ટ્રસ્ટી ગણ હાજર રહ્યા હતા. ભદ્રકાળી મંદીરના પરિસ્થિતિમાં ઉપસ્થિત નાગરિક નગરજનોને પણ મુખ્યપ્રધાને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. (Ahmedabad Bhadrakali Mandir)

પહેલા પણ CM દર્શન માટે આવ્યા હતાગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી જે સમય ગુજરાતના મુખ્યપ્રધાન હતા. ત્યારે પણ નવા વર્ષના શરૂઆતમાં જ પ્રથમ દિવસેમાં ભદ્રકાળીના દર્શન માટે આવતા હતા. તે પરંપરા મુજબ ભુપેન્દ્ર પટેલે પણ આજે સવારે ભદ્રકાળી માતાજીને શીશ ઝુકાવ્યું હતું. વહેલી સવારથી હજારોની સંખ્યામાં લોકો દર્શને આવીને માતાજીના આશીર્વાદની લઈ નવ વર્ષની શરૂઆત કરી હતી. ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન પણ નગરદેવીના આશીર્વાદ લઈને સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી. (happy new year 2022)

પંચદેવ મંદિર પૂજાCMભુપેન્દ્ર પટેલે નવ વર્ષની શરૂઆત તો ગાંધીનગરમાં આવેલા પંચદેવ મંદિર દર્શન કરીને પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ તેમને અડાલજ ત્રિમંદિરમાં દર્શને પૂજા માટે ગયા હતા. ત્યારબાદ તેમને મંત્રી મંડળના નિવાસ સંકુલની અંદર જ કોમ્યુનિટી સેન્ટર ખાતે નવા વર્ષના નિમિત્તે નાગરિકો અને પ્રજાજનો સાથે શુભેચ્છાઓ અને વર્ષાભિનંદનની મુલાકાત કરી હતી. (bhadrakali mandir ahmedabad history)

ABOUT THE AUTHOR

...view details