ગુજરાત

gujarat

ETV Bharat / state

HAPPY BIRHTDAY PM: 69મો જન્મ દિવસ, શૂન્યથી શિખર સુધીની વડાપ્રધાનની સફર - latest news of pm modi birthday

ન્યૂઝ ડેસ્ક: વડાપ્રધાન મોદીનો આજે 69મો જન્મદિવસ છે. PM બન્યા બાદ છઠ્ઠો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. 2014માં વડાપ્રધાન બન્યા બાદ મોદીએ હંમેશા અલગ અલગ રીતે તેમના જન્મ દિવસની ઉજવણી કરી છે.

modi

By

Published : Sep 17, 2019, 12:51 AM IST

Updated : Sep 17, 2019, 11:42 AM IST

PM મોદીનો આજે 69મો જન્મદિવસનો દિવસ છે. મોદીનો જન્મ ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં થયો હતો. PM મોદી કુલ 6 ભાઈ બહેન છે. જેમાં મોદી ત્રીજા નંબરમાં છે. મોદી વડનગરના રેલવે સ્ટ્રેશનમાં ચા વહેચતા હતાં. PM મોદી RSSના સ્વયંસેવક તરીકે કામ કરી ચૂંક્યાં છે.

વડાપ્રધાન મોદી

PM મોદી જ્યારે નાના હતાં, ત્યારે ગુજરાતના વડનગરના શર્મિષ્ઠા તળાવ નાહવા જતા હતા, જે દરમિયાન તળાવમાં મગર હતા. એક મગરને મોદીએ પકડી લીધો હોવાનો ઉલ્લેખ બાળ નરેન્દ્ર નામના પુસ્તકમાં કરાયો છે.

વડાપ્રધાન મોદી

મોદીને બાળપણથી કવિતાઓ લખવાનો શોખ છે. તેમણે ગુજરાતીમાં ઘણી કવિતાઓ લખી છે. PM મોદીને ફોટોગ્રાફીનો પણ શોખ છે.

વડાપ્રધાન મોદી

PM મોદીએ હાઈસ્કૂલના શિક્ષણ બાદ જશોદબેન સાથે લગ્ન કર્યાં હતા. મોદીએ 2 વર્ષ ભારત પ્રવાસ કર્યો છે. PM મોદીએ 1971માં RSSના સેવક બન્યા હતાં. મોદીએ કટોકટી દરમિયાન પ્રશંસનીય કામગીરી કરી હતી. મોદીએ 2001 સુધી RSSના જનરલ સેક્રેટરી તરીકે કામ કરી ચૂંક્યાં છે.

માતા સાથે PM

મોદી 1985માં ભાજપમાં જોડાયા હતા. 1988માં ભાજપના ગુજરાત વિંગના આયોજન સચિવ બન્યાં હતાં. 1971માં ભારત પાકિસ્તાન યુધ્ધ બાદ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ કર્મચારીની કેન્ટીનમાં કામ કરતા સમયે મોદી એક પ્રચારક તરીકે RSSમાં સામેલ થયા હતા. કટોકટી દરમિયાન સક્રિય કામગિરી કરી હતી. જે બાદ મોદી ગુજરાતના ભારતીય વિધાર્થી પરિષદના પ્રભારી બન્યાં હતા.

જે બાદ 1995માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ જીત અપાવી હતી. ત્યારબાદ ભાજપના રાષ્ટ્રીય સચિવ બનાવી દિલ્હી મોકલવામાં આવ્યાં હતા.

કેશુભાઇ પટેલ બાદ મોદી ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા હતા. 2002માં ગુજરાતમાં કોમી રમખાણો થયા હતા. રમખાણો બાદ 2002ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બહુમત મેળવી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પ્રથમવાર સરકાર બનાવી હતી. 2007 અને 2012ની વિધાનસભાની ચૂંટણીમાં પણ ગુજરાતમાં ભાજપને જંગી બહુમતી સાથે જીત અપાવી હતી.

મોદી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે 2001થી 2014માં સુધી રહ્યાં હતા. ગુજરાતના વિકાસ સંદર્ભે સમગ્ર દેશમાં 'ગુજરાત મોડલ' તરીકે ઓળખાવા લાગ્યું. 2014ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપે નરેન્દ્ર મોદીને સમગ્ર ભારતમાં ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપી. આ જવાબદારી બાદ ગોવામાં મળેલા ભાજપના અધિવેશનમાં ભાજપના તમામ દિગ્ગજ નેતાઓને પડતાં મૂકી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદ માટે આગળ કરાયાં હતા. ભાજપે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં લોકસભામાં જંગી બહુમતી મેળવતા 2014માં નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા હતાં. તેઓ ઉત્તરપ્રદેશના વારાણસીથી સાંસદ છે.

PM મોદીના પ્રથમ કાર્યકાળમાં નોટબંધી, GST જેવા મોટા નિર્ણયો લેવામાં આવ્યાં હતા. મોદીના બીજા કાર્યકાળના 100 દિવસમાં ટ્રિપલ તલાક બિલ, જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 જેવા મોટા નિર્ણય લેવામાં આવ્યાં છે. આજે તેઓ પોતાનો જન્મદિન ગુજરાતમાં ઉજવશે. માતા હિરાબાના આશીર્વાદ લીધા બાદ તેઓ નર્મદા નીરના વધામણાં કરવા માટે પહોંચશે.

તેમના જન્મદિનની પળેપળની માહિતી માટે જોડાયેલા રહો ઈટીવી ભારત ગુજરાત સાથે....

Last Updated : Sep 17, 2019, 11:42 AM IST

ABOUT THE AUTHOR

...view details