આ અંગે હનુમાન મન્દિર કેમ્પના ટ્રસ્ટી હર્ષદ અધ્યારૂએ જણાવ્યું કે, વર્ષોથી ટ્રસ્ટ દ્વારા યાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં જનતા જોડાય છે અમદાવાદના વિવિધ મંડળો, મંદિરો, ટ્રસ્ટ પણ જોડાય છે. આવનાર યાત્રામાં જગન્નાથ મંદિરના દિલીપદાસજી મહારાજ પણ યાત્રામાં જોડાશે.
હનુમાન જયંતિ નિમિતે સતત 17મી વખત હનુમાન યાત્રાનું ભવ્ય આયોજન - ગુજરાત
અમદાવાદઃ દેશભરમાં આગામી 19 એપ્રિલે હનુમાન જયંતીની ઉજવણી થશે ત્યારે અમદાવાદ શહેરમાં હનુમાનજી કેમ્પ ટ્રસ્ટ દ્વારા સતત 17મી વખત અતિભવ્ય હનુમાન યાત્રાનું આયોજન કરવામાં આવશે.
આવનાર ચૈત્ર સુદ પૂનમના રોજ હનુમાન જયંતિના પ્રસંગ નિમિતે શાહીબાગ કેમ્પ સ્થિત મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ નિમિતે હનુમાનજીને 500 કિલો દૂધનો હલવો પણ ધરાવવામાં આવશે અને મંદિર ઉપર નવી ધજા ચડાવવામાં આવશે. મંદિરના ટ્રસ્ટીના જણાવ્યા મુજબ હનુમાનજીની યાત્રા ભારતવર્ષમાં ક્યાંય નથી થતી, જે માત્ર અહીંયા છેલ્લા 16 વર્ષથી ઉજવાય છે અને આગામી 19મી તારીખે પવનપુત્ર હનુમાનજીની યાત્રા વાહનો ઉપર અમદાવાદની પ્રદક્ષિણા કરશે. જેમાં 30 જેટલી ટ્રકો,કાર સહિતના નાના મોટા વાહનોનો સમાવેશ કરવામાં આવશે.
હનુમાનજીની યાત્રા સવારે 8 વાગ્યે કેમ્પ શાહીબાગથી નીકળીને સુભાસબ્રિજ,આશ્રમ રોડ,પાલડી,વાસણા,વાયુદેવતા મંદિરથી અંજલિ ચાર રસ્તા,વિજય ચાર રસ્તા,નવરંગ સ્કૂલ,સરદાર પટેલ બાવળાથી ઉસમાનપુરા અને ત્યાંથી નિજ મંદિર પરત ફરશે.