અમદાવાદ: 6 એપ્રિલના રોજ અમદાવાદમાં પવનપુત્ર હનુમાનજીની જન્મ જયંતી નિમિત્તે કેમ્પના હનુમાન મંદિર દ્વારા 5 એપ્રિલના રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે. આ શોભાયાત્રા અંદાજિત 24 km જેટલી લાંબી હશે. આ શોભાયાત્રાનું પ્રસ્થાન ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે.
25થી વધુ ટ્રકો જોડાશે: હનુમાનજી ની આ શોભાયાત્રામાં 25 જેટલી ટ્રકો જોડાશે જેમાં અમુક ટ્રકોમાં ટેલબો પણ તૈયાર કરવામાં આવ્યા હશે. જે રસ્તા ઉપર થી આ શોભાયાત્રા નીકળશે તે રસ્તા ઉપર દર્શનાર્થીઓ માટે પ્રસાદી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત અનેક બાઈક અને ખારો પણ આ શોભાયાત્રામાં જોડાશે. આ શોભાયાત્રા કેમ્પના હનુમાનથી નીકળી વાસણા અને વાસણાથી નીકળી પરત કેમ્પના હનુમાન પહોંચે તે રૂટ 24 કિમી જેટલો હશે.
CM ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રસ્થાન:આવતીકાલે સવારે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે સવારે મંદિરમાં પૂજા કરવામાં આવશે.ત્યાર બાદ હનુમાનજીના રથના કેસરી ધજા બતાવીને પ્રસ્થાન કરવામાં આવશે.જેમાં કેમ્પના હનુમાન મંદિર ભવ્ય શોભાયાત્રા દ્વારા વાસણા તેમના પિતાની મજૂરી લેવા આવશે.અને વાસણમાં બપોર 1 કલાકે મોટો ભંડારો પણ રાખવામાં આવ્યો છે.જેમાં પણ અંદાજીત 1000 હજારથી વધુ આ ભંડારમાં ભાગ લેશે.અને પિતાની મજૂરી મેળવ્યા બાદ સાંજે મંદિરે પરત ફરશે.