ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Rakhi: દિવ્યાંગ બાળકોએ તૈયાર કરી રાખડીઓ, જુઓ અદભૂત કલેક્શન - Ahmedabad rakhi

રક્ષાબંધનનો તહેવાર આગામી દિવસોમાં આવી રહ્યો છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ અંધજન મંડળના બાળકોએ અલગ અલગ પ્રકારની રાખડી તૈયાર કરી છે. અત્યાર સુધીમાં અંદાજે 50,000 જેટલી રાખડીઓ તૈયાર કરીને બજારમાં વેચાણ માટે મૂકી છે.

દિવ્યાંગ બાળકોએ કરી તૈયાર રાખડીઓ, જુઓ અદભૂત કલેક્શન
દિવ્યાંગ બાળકોએ કરી તૈયાર રાખડીઓ, જુઓ અદભૂત કલેક્શન

By

Published : Aug 18, 2023, 12:36 PM IST

દિવ્યાંગ બાળકોએ કરી તૈયાર રાખડીઓ, જુઓ અદભૂત કલેક્શન

અમદાવાદ: ભાઈ બહેનના પ્રેમનો દિવસ એટલે રક્ષાબંધન. આવનારા દિવસોમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે. ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ અંધજન મંડળના બાળકો દ્વારા અલગ અલગ પ્રકારની રાખડી બનાવવામાં આવી રહી છે. આ રાખડીનું દર વર્ષે માર્કેટમાં વેચાણ કરવામાં આવતું હોય છે. અંધજન મંડળના બાળકો દર વર્ષે રાખડી વેચીને સારી ઈનક્મ કરે છે.

અંધજન મંડળના બાળકોએ અલગ અલગ પ્રકારની રાખડી તૈયાર કરી

"આ તમામ રાખડી અંધજન મંડળના બાળકો બનાવી રહ્યા છે. જે બાળકો જોઈ શકતા નથી તેમજ સાંભળી શકતા નથી. તેમ છતાં દોરામાં મોતી અને આભલાં પરોવીને સુંદર મજાની રાખડી તૈયાર કરી છે.."--દિનેશ બહેલ (અંધજન મંડળના ઈન્સ્ટ્રક્ટર)

દિવ્યાંગ બાળકોએ કરી તૈયાર રાખડી

રાખડી તૈયાર કરવામાં આવી: વધુમાં જણાવ્યું હતું કે, માનસિક રીતે દિવ્યાંગ બાળકોઓએ ખાસ દોરાથી વિવિધ ડિઝાઇનના મોતી અને આભલાં પોરવીને અલગ અલગ પ્રકારની રાખડી તૈયાર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કંકુ ચોખા મુકવા માટે ખાસ બોક્સ પણ તૈયાર કરવામાં કરવામાં આવ્યા છે. આ વર્ષ બાળકો દ્વારા અંદાજે 1.50 લાખ રૂપિયાની રાખડી વેચાણ કરવાનો અંદાજ છે. અત્યાર સુધીમાં 50 હજાર જેટલી રાખડી બનાવી વેચાણ માટે મૂકવામાં આવી છે.

રાખડી કલેક્શન

વેસ્ટમાંથી બેસ્ટ: દિવ્યાંગ બાળકો દ્વારા દર વર્ષે અલગ અલગ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ પણ બનાવવામાં આવતી હોય છે. આ ઉપરાંત બાળકો પણ તમામ તહેવારોનું જ્ઞાન મેળવે તે માટે તમામ તહેવારો પણ ઉજવવામાં આવે છે. દિવાળી સમયે માટીના દીવા, નવરાત્રી વખતે ગરબાનો શણગાર, સિલાઈ કામ ભરત ગુંથણ જેવી વસ્તુઓ પણ તૈયાર કરતા હોય છે. જે વખતે તહેવાર આવતા હોય તેના બે દિવસ પહેલા પણ તમામ બાળકોને તે તહેવારનું મહત્વ શું છે તેનું જ્ઞાન આપવામાં આવે છે.

  1. Shrawan 2023: રાજકોટમાં શ્રાવણ માસમાં 100મી પાલખી યાત્રા નીકળશે, જાણો તેની પાછળની લોકવાયકા
  2. Surat News: સદાશિવને પ્રિય એવા શ્રાવણ માસનો મધા નક્ષત્રમાં પવિત્ર પ્રારંભ, શિવમંદિરોમાં ઉમટ્યું શિવભક્તોનું ઘોડાપૂર

ABOUT THE AUTHOR

...view details