ગુજરાત

gujarat

ETV Bharat / state

આરોગ્ય વિભાગ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એકમોમાં હાથ ધરાયુ ચેકીંગ - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ દરરોજ અલગ અલગ જગ્યાએ મચ્છરોના ઉત્પત્તિને લઈ ચેકીંગ કરી રહી છે. જો કે નોટિસ આપી દંડ વસુલાત અને સીલ મારવાની કાર્યવાહીમાં બેવડી નીતિ આરોગ્ય વિભાગ રાખી રહી છે.

આરોગ્ય વિભાગ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એકમોમાં હાથ ધરાયુ ચેકીંગ

By

Published : Oct 14, 2019, 10:44 PM IST

આજે મેલેરિયા વિભાગની ટીમે ખાનગી એકમો, મોલ, દુકાનો અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એકમો જેવા કે પંપિગ સ્ટેશન, ડ્રેનેજ પંપિગ સ્ટેશન, AMTS ડેપો, હોસ્પિટલમાં ચેકીંગ કર્યું હતું. જેમાં સોલા ગામના તળાવ, પાલડી મેટ્રો રેલ પ્રોજેકટ, પ્રહલાદનગર પંપિંગ સ્ટેશનમાં મચ્છરો મળી આવ્યા હતા. જેમાં માત્ર નોટિસ અપાઈ સંતોષ માન્યો હતો, જ્યારે અલગ અલગ દુકાનો, હોસ્પિટલ, બેન્ક , એટીએમમાંથી મચ્છરો મળતા તેને સીલ મારી દીધા હતા.1236 જેટલી જગ્યાઓ તપાસી હતી.

184 એકમોને નોટિસ આપી હતી. 40 જેટલા મોલ, દુકાનો અને બેંકને સીલ માર્યું છે. મ્યુનિ સંચાલિત પંપિંગ સ્ટેશનને દંડ ફટકાર્યો નથી. ખાનગી મિલકતોમાંથી મચ્છર મળતા તેમને નોટિસ આપી કુલ રૂ.2.50 લાખનો દંડ વસૂલ કર્યો હતો

ABOUT THE AUTHOR

...view details