ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ મંડળના મુખ્ય સ્ટેશનો પર હેન્ડ સેનિટાઈઝર મશીનો ઉપલબ્ધ - પશ્ચિમ રેલવેના સમાચાર

વર્તમાનમાં કોરોના સંક્રમણના ભયને દેખતા પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના ભુજ, ગાંધીધામ, મહેસાણા, પાલનપુર, વિરમગામ, સાબરમતી તથા અમદાવાદ સ્ટેશનો પર યાત્રીઓની સુવિધા માટે હેન્ડ સેનિટાઈઝર મશીનો લગાવવામાં આવ્યા છે.જ્યાં યાત્રીઓ પોતાની યાત્રા સમયે સુરક્ષિત રૂપથી હેન્ડ સેનિટાઈઝ કરી શકે છે.મંડળ રેલ પ્રબંધક દિપક કુમાર ઝાએ જણાવ્યું કે,યાત્રીઓની સુરક્ષિત યાત્રા અમારી પહેલી પ્રાથમિકતા છે.

અમદાવાદ મંડળના મુખ્ય સ્ટેશનો પર હેન્ડ સેનિટાઈઝર મશીનો ઉપલબ્ધ
અમદાવાદ મંડળના મુખ્ય સ્ટેશનો પર હેન્ડ સેનિટાઈઝર મશીનો ઉપલબ્ધ

By

Published : Jun 25, 2020, 10:51 PM IST

અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના ભુજ, ગાંધીધામ, મહેસાણા, પાલનપુર, વિરમગામ, સાબરમતી તથા અમદાવાદ સ્ટેશનો પર યાત્રીઓની સુવિધા માટે હેન્ડ સેનિટાઈઝર મશીનો લગાવવામાં આવ્યા છે.


કોરોના સંકટ સમયે સાવચેતી માટે દરેક પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે.રેલવે સ્ટાફ માટે સ્ટેશનો તથા મંડળ કાર્યાલયોમાં હેન્ડ સેનિટાઈઝર મશીનો સ્થાપિત કરવામાં આવ્યા છે.અમદાવાદ સ્ટેશનથી યાત્રીઓ માટે દસ ટ્રેનો સંચાલિત કરવામાં આવી છે.આના માટે અમદાવાદ સ્ટેશન પર યાત્રીઓની સુરક્ષા તપાસ, લગેજ સેનિટાઈઝર, શૂ સેનિટાઈઝર મેટ તથા હેન્ડ સેનિટાઈઝર મશીનો લગાવવામાં આવી છે.

આ સિવાય અમદાવાદ રેલવે સ્ટેશન પર યાત્રીઓની સુવિધા માટે ફેસ માસ્ક, સેનિટાઈઝર માટે ઓટોમેટિક વેંડિંગ મશીન પણ લગાવવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details