હેમફેસ્ટ 2023નો ઉત્સાહભેર થયો પ્રારંભ અમદાવાદ: હેમફેસ્ટ 2023નું સાયન્સ સિટી, અમદાવાદ ખાતે સફળ રીતે આયોજન ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ એમેચ્યોર રેડિયો દ્વારા કરવામાં આવ્યું (Hamfest 2023) છે. કેન્દ્રીય સંચાર મંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.
મહાનુભાવોની હાજરી: આ કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે અન્ય મહાનુભાવો જેમ કે, જીઆઈએઆરના ચેરમેન એસ.કે. નંદા તથા હેમ ફેસ્ટના કન્વીનર ઈ.રાધાક્રિષ્નન તથા ગુજકોસ્ટના મેમ્બર સેક્રેટરી નરોત્તમ શાહુ તથા જીઆઈએઆરના કો.કન્વીનર ડૉ. જે.જી. પંડ્યા, કો-કન્વીનર પ્રવિણ વાલેરા તથા સ્પોન્સર જીનોફર ભુજવાલા-આતશ હાજર રહ્યા હતા. આ સાથે જ કાર્યક્રમનું વેલિડીક્ટરી ફંક્શન અમદાવાદ કમિશનર જી.એસ. મલિક દ્વારા કરવામાં આવશે.
વર્કશોપનું આયોજન: શનિવાર તેમજ રવિવાર એમ બે દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોના આયોજન કરાયા છે. જેમાં અતિમહત્વના વિષયો પરના સેમિનાર તેમજ વર્કશોપનું આયોજન કરાયું છે. એટલું જ નહીં આ સાથે જે 20 જેટલા એક્ઝિબિશન સ્ટોલ પણ પ્રદર્શિત કરાયા છે. દેશભરના 600થી વધારે હેમ ટેકનિકલ્સ તેમાં ભાગ લેશે.
કુદરતી હેમ રેડિયોની કામગીરી: હેમફેસ્ટ કુદરતી આફતોમાં લોકોની મદદ કરે છે. આ સાથે જ ભૂકંપ વાવાઝોડા જેવી પરિસ્થિતિમાં પણ કુદરતી હેમ રેડિયો કામ આવે છે. મોબાઈલ નેટવર્ક જતા રહે ત્યારે હેમફેસ્ટ રેડિયોથી વાતચીત આસાનીથી કરી શકાય છે. જેથી આફતના સમયે સંચાર ક્ષેત્રે અતિ મહત્વનો રોલ ભજવે છે. હેમ ફેસ્ટ ઇન્ડિયા રેડિયો ઓપરેટરનું વાર્ષિક સંમેલન દર વર્ષે યોજાતું હોય છે. ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ એમેચ્યોર રેડિયો દ્વારા આ આયોજન કરવામાં આવે છે
- Cyclone Biparjoy: GSDMA ગાંધીનગર દ્વારા જામનગરને હેમ રેડીયો ટીમ ફાળવાઈ
- Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડામાં કામ કરશે આ ટચૂકડું સાધન, ગાધીનગર અને રાજકોટમાં હેમ રેડિયો સેન્ટર શરુ