અમદાવાદ: સમગ્ર રાજ્યમાંં કોરોના કાળમાં લોકોના ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા હતા. રાજ્યમાં કોરોના નામના રાક્ષશે ન માત્ર બિમારી પરંતુ લોકોનું જનજીવન કફોળુ કરી નાખ્યું હતું. સાથે સાથે શિક્ષણ ક્ષેત્રમાં શિક્ષકો તેમજ વિધાર્થીઓને પણ બેવડી થપાટ પડી હતી. જો કે શિક્ષણ સમય અતંર સુધી બંધ રાખવામાં આવ્યું હતું પરંતુ ધંધા રોજગાર ઠપ્પ વચ્ચે શિક્ષણીક ફી પર મધ્યમ વર્ગને ભારે(Economic situation in Corona) મુ્શ્કેલીનો સામનો કરવો પડ્યો છે, ત્યારે અમદાવાદની એચએ કોલેજે વિદ્યાર્થીઓને માટે એક અનોખી(Students Financial Provided) સહાય કરી છે. ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચએ કોલેજ ઓફ કોમર્સના વિદ્યાર્થીઓને માટે આર્થિક મદદ કરી છે.
કોલેજ ઓફ કોમર્સમાં વિદ્યાર્થીઓને કોલેજની ફી પરત કરવામાં આવી
ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચએ કોલેજ ઓફ કોમર્સમાં આર્થિક પરિસ્થિતિ નબળી ધરાવતા વિદ્યાર્થીઓને કોલેજની ફી(Refunds to students at HA College) પરત કરવામાં આવી છે. અમદાવાદના સ્વ.પૂર્વી દલાલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને આર્થીક મદદ કરવામાં આવી છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે કોરોનાકાળ દરમિયાન ઘણા કુટુંબોની આર્થીક સ્થિતી કથળી થઈ ગઈ હતી તો કેટલાક લોકોને નોકરી ધંધામાં કોઈ બરકત ન હતી. ત્યારે એવા કેટલાય વિદ્યાર્થીઓ છે કે જે ભણવામાં હોશિયાર છે. પરંતુ નાણાભીડને કારણે ઉચ્ચશિક્ષણ મેળવી શકતા નથી. એવામાં જો થોડી ધણી પણ વિદ્યાર્થીઓને આર્થીક મદદ મળી જાય તો પોતાનો અભ્યાસ પૂર્ણ કરી સારુ જીવન જીવી દેશનું નામ રોશન કરી શકે. કોલેજના લગભગ 35 વિદ્યાર્થીઓને કોલેજની ફી પરત કરી માનવતાનું ઉદાહરણ પૂરૂ પાડ્યુ હતુ. જેને લઇ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળ્યું છે.