અમદાવાદ:કોરોનાનો સમય પસાર થઇ ગયો અને મહામારીના આ સમય દરમ્યાન શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય સદંતર ઠપ થઇ ગયું હતું. વિદ્યાર્થીઓ પણ લગભગ મોટા પ્રમાણમાં શૈક્ષણિક કાર્યથી વંચિત થઇ ગયા હતા. જોકે કોરોના કાળ સમાપ્ત થઇ ગયો અને રાબેતા મુજબ ફરીથી શાળાઓ ધમધમતી થયાંને સમય થવા આવ્યો છે, ત્યારે શાળા સંચાલકો સહીત બાળકોના વાલીઓ પણ આરોગ્ય બાબતે સજાગતા કેળવી રહ્યા છે. જોકે હાલમાં પરીક્ષાઓ શરુ થઇ છે ત્યારે H3N2 નામના વાયરસે લોકોને ફરીથી ચિંતામાં મૂકી દીધા છે.
H3N2 વાયરસથી સાવચેતી:હાલમાં H3N2 નામના વાયરસે લોકોની ચિંતા વધારી છે ત્યારે અમદાવાદના મણિનગર વિસ્તારની શ્રી સરસ્વતી શાળામાં યોજાયેલ મેડિકલ ચેકઅપ ટાઈમ દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી માહિતી પુરી પાડવામાં આવી હતી. સાથે સાથે શાળાનો સ્ટાફ અને વાલીઓ પર જાગૃત બને તે માટે સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા. શાળા પ્રદ્ધાંચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલના સમય માં શિક્ષણ જરૂરી છે પણ શિક્ષણની સાથે સાથે આરોગ્ય પણ એટલું જ જરૂરી છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ શારીરિક રીતે સ્વસ્થ રહે અને આરોગ્ય પ્રત્યે સભાન બને તેવા કર્યો પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે જે સંદર્ભે વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાને લઇ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ આરોગ્ય થાકી 1100 જેટલાં વિદ્યાર્થીઓને હેલ્થ કાર્ડ પણ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચોAdenovirus Cases : પ.બંગાળમાં એડેનોવાયરસના કેસ સૌથી વધુ, સામાન્ય લક્ષણથી થાય છે સમસ્યાઓ