અમદાવાદની GLS યુનિવર્સીટી કેમ્પસમાં આવેલી એચ.એ કોમર્સ કોલેજમાં (H A Commerce College) જય શ્રી રામના નારાને લઈને વિવાદ થયો છે. કોલેજમાં લેક્ચર પૂરો થયા બાદ વિદ્યાર્થીઓએ જય શ્રી રામના નારા (Jai Shri Ram slogans)લગાવ્યા હતા. અને ત્યાર બાદ પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓ પાસે ન્યુનસન્સ ફેલાવવા માટે માફી પત્ર લખાવ્યો હોવાની માહિતી મળી રહી છે. આ મામલે ABVPએ પ્રિન્સિપાલની ઓફિસની સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો.
જય શ્રી રામના નારાઅમદાવાદમાં આવેલી એચ.એ કોમર્સ કોલેજમાં(H A Commerce College) 2 દિવસ અગાઉ બીકોમ સેમેસ્ટર-1ના વિદ્યાર્થીઓ લેક્ચર પૂરો થયા બાદ જય શ્રી રામના લગાવી રહ્યા હતા. જો પછી એક પ્રોફેસર કલાસમાં આવીને 5 વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલ પાસે લઇ જવાયા હતા. અને તેમને ઓફિસમાં જઇને ધમકાવામાં આવ્યા હતા કે જો તમેમાફી પત્ર આપશો નહી તો રસ્ટીકેટ કરાશે. વિદ્યાર્થીઓએ ડરના કારણે નામ સરનામાં સાથે પ્રિન્સિપાલના નામે માફી પત્ર લખ્યો હતો.