ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં વીએસ હોસ્પિટલની કેથલેબ સાથે ગાયનેક બિલ્ડીંગ તોડવામાં આવશે - Gynecology building will be demolished

અમદાવાદમાં બે દિવસ પહેલા વી.એસ હોસ્પિટલની કેથલેબ તોડવાની વાત સામે આવી હતી. ત્યારે હવે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગાયનેક વિભાગ સહિતના અન્ય બીલ્ડિંગો દુર કરવાની આ વાતનો સ્વીકાર તંત્રએ કર્યો છે. વીએસ ખાતે આવેલી કેથલેબ તોડવાનો નીર્ણય બે દિવસ પહેલા મળેલી કમીટીમાં લેવાતા આ મુદો ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે તંત્રએ સ્વીકાર કરવાની ફરજ પડી છે કે, કેથલેબ સાથે વીએસના ગાયનેક બીલ્ડીંગ તોડવામા આવશે. મુખ્ય બિલ્ડીંગ જેમા હેરીટેજ ટાવર અને વોર્ડ 1થી 6 સિવાયની તમામ બિલ્ડીંગ દુર કરવામાં આવશે.

અમદાવાદમાં વી.એસ હોસ્પિટલની કેથલેબ સાથે ગાયનેક બીલ્ડીંગ તોડવામા આવશે
અમદાવાદમાં વી.એસ હોસ્પિટલની કેથલેબ સાથે ગાયનેક બીલ્ડીંગ તોડવામા આવશે

By

Published : Jul 28, 2020, 10:51 PM IST

અમદાવાદ: 28 જુલાઈના રોજ મળેલી બોર્ડ મિટિંગમાં પણ આ વિષય ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. ત્યારે તંત્રનુ કહેવુ છે કે, તે બિલ્ડીંગ જર્જરીત હોવાથી ગમે ત્યારે પડી શકે છે અને આ બાબતને ધ્યાનમાં લઈને આ નિર્ણય કરાયો છે. ગાયનેક વિભાગ ઓપીડી પાસે ખસેડવામાં આવ્યો છે. જોકે તંત્રએ બિલ્ડીંગ તોડવાનો ઠરાવ કરી દીધો છે જે દર્શાવે છે કે, તેઓ વીએસને ધીરે ધીરે નાબૂદ કરવા માગે છે. એસવીપી હોસ્પિટલ બનાવાનો નિર્ણય કરાયો ત્યારે એવી ચર્ચા થઈ હતી કે, હવે વીએસ તોડી પાડવામાં આવશે અને તે હવે સાચુ થઇ રહ્યું હોય તેમ લાગે છે.

વી.એસ હોસ્પિટલના જૂના બીલ્ડીંગને રીનોવેશનની જરુરીયાત જણાતા તેનો રીપોર્ટ કરવામા આવ્યો અને તેમા મેઇન બીલ્ડીંગ જેમા હેરીટેજ ટાવર અને વોર્ડ 1થી 6 સિવાયની તમામ બિલ્ડીંગ તેમજ ગાયનેક બિલ્ડીંગ ભૂકંપની દ્રષ્ટિએ જોખમી હોવાથી હેરીટેજ ટાવર અને વોર્ડ 1થી 6 સિવાયની તમામ બીલ્ડીંગ દુર કરી નવી બીલ્ડીંગ બનાવવામાં આવશે અને આ માટે અંદાજપત્રમાં જોગવાઇ કરવામા આવી છે.

ABOUT THE AUTHOR

...view details