ગુજરાત

gujarat

By

Published : Aug 13, 2020, 4:57 PM IST

ETV Bharat / state

બે કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ગ્વાલિયા સ્વીટમાર્ટ સીલ કરાયું

ઓગસ્ટ મહિનાના શરૂઆતથી શહેરના મોટાભાગના મોલ તેમજ શોપિંગ મોલ ખુલી ગયા છે. ત્યારે AMC દ્વારા તમામ દુકાનદાર તેમજ મોલ સંચાલકોને સોશિયલ ડિસ્ટન્સ રાખવા ખાસ સૂચના અપાઈ છે. છતાં કેટલીક જગ્યા પર નિયમનો ભંગ થતો જોવા મળે છે. જેના કારણે કોર્પોરેશન દ્વારા તે દુકાનદારો સામે કડક પગલા લેવામાં આવે છે.

ગ્વાલિયા સ્વીટ માર્ટ
ગ્વાલિયા સ્વીટ માર્ટ

અમદાવાદ: ગુરૂવારે AMC દ્વારા વસ્ત્રાપુરમાં સનરાઈઝ મોલમાં આવેલી ગ્વાલિયા સ્વીટ માર્ટને સીલ કરવામાં આવી છે. મીઠાઈની દુકાનમાં કામ કરતા બે કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોર્પોરેશન દ્વારા આ કાર્યાવાહી કરવામાં આવી છે.

મહત્વનું છે કે, તહેવારનો સમય હોવાથી ગ્વાલિયા સ્વીટમાર્ટમાં રક્ષાબંધન અને સાતમ-આઠમમાં અનેક લોકો મીઠાઈ ખરીદવા દુકાને આવ્યા હતા. દુકાનમાં કામ કરતા અન્ય કર્મચારીઓને પણ હોમ કોરોન્ટીન માટેની સૂચના કોર્પોરેશન દ્વારા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં ગ્વાલિયા સ્વીટને કોરેન્ટાઈન વિસ્તાર જાહેર કર્યો છે. દુકાનના કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભયનો માહોલ ફેલાયો છે. કારણ કે આટલા દિવસમાં કેટલા લોકો આ કર્મચારીઓના સંપર્કમાં આવ્યા છે તે જાણવુ મુશ્કેલ છે. જો એમાંથી કોઈ એકને પણ ચેપ લાગે છે તો લોકલ સંક્રમણનું જોખમ વધી શકે છે.

ABOUT THE AUTHOR

...view details