અમદાવાદ SGVP શાળામાં ગુરુને 75 ફૂટ લાંબી શિક્ષાપત્રી લખીને ભેટ આપી અમદાવાદ : અંધકારમાંથી અજવાળા તરફ લઈ જાય તેને ગુરુ તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે આજે ગુરુ પૂર્ણિમાના દિવસ છે, ત્યારે આજના દિવસે અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરીને જ્ઞાનરૂપી પ્રકાશમાં ગુરુને વંદન કરવામાં આવે છે. જેને લઈને અમદાવાદના એસજી હાઇવે પર આવેલી SGVP શાળાના શિક્ષક અને વિદ્યાર્થીઓનો સાથે મળીને 75 ફૂટ લાંબી ગુજરાતી ભાષા તેમજ સંસ્કૃત ભાષાની એક શિક્ષાપત્રી તૈયાર કરી છે. જેમાં 212 જેટલા શ્લોકો લખવામાં આવ્યા છે.
ગુરુ પૂર્ણિમા દિવસે ગુરુને 75 ફૂટની શિક્ષાપત્રીની ભેટ આ શિક્ષાપત્રી બે ભાષાઓમાં લખવામાં આવી છે. જેમાં ગુજરાતી અને સંસ્કૃત ભાષામાં લખવામાં આવી છે. બંનેમાં કુલ 212 લોકો લખાયા છે. જેમાં સંસ્કૃત ભાષામાં લખવામાં આવી તે 18 પેજની શિક્ષાપત્રી છે. જ્યારે ગુજરાતી ભાષામાં લખવામાં આવેલી શિક્ષાપત્રી તે 75 ફૂટ લાંબી છે. સ્વામિનારાયણ ભગવાનની આચારસંહિતા જનકલ્યાણ માટે લખવામાં આવેલા શ્લોકોનોઆની અંદર વર્ણન કરવામાં આવ્યું છે.- ભાવિની મિસ્ત્રી (આર્ટિસ્ટ)
આર્ગોનિક વસ્તુનો ઉપયોગ :ગુજરાતી અને સંસ્કૃત ભાષામાં લખવામાં આવેલી આ શિક્ષાપત્રીમાં સંપૂર્ણ રીતે આધુનિક વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ શિક્ષાપત્રી બનાવતી વખતે પણ પવિત્રતા જળવાઈ રહે તેનું ખાસ પ્રકારે ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમાં રાજસ્થાનમાં જોવા મળતા સાંગાનેરી પેપરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે તલના તેલના દીવાની મેશમાં ગુંદર ઉમેરી તેની શાહી તૈયાર કરવામાં આવી હતી. બરુના ઝાડની ડાળીમાંથી બનાવેલી કલમનો ઉપયોગ કરી તેનું લેખન કરવામાં આવ્યું છે. આ શિક્ષાપત્રી બનાવવા માટે અંદાજિત ત્રણ મહિના જેટલો સમય લાગ્યો હતો.
1000 વર્ષ સુધી જીવિત રહે :સામાન્ય પેપરની આયુષ્ય 6 વર્ષનો હોય છે. છ વર્ષ બાદ આ પેપર પીળા કે ખરાબ થઈ જતા હોય છે, પરંતુ રાજસ્થાનમાં જોવા મળતા સાંગાનેરી પેપરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારે આ પેપર 1000 વર્ષ સુધી કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી અને લખાણ જીવિત રહે છે. આ શિક્ષાપત્રી માધવદાસજી મહારાજને આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે તેમને ભેટ સ્વરૂપે આપવામાં આવશે. શિક્ષાપત્રીનો સંગ્રહ કરવા માટે એક વિશેષ સાગના લાકડાની પેટી બનાવી છે અને આ પેટીની અંદર શિક્ષાપત્રીને રાખી તેનું વાંચન કરી શકાય તે રીતે પણ ડિઝાઇન કરવામાં આવી છે.
- Guru Purnima 2023 : ગુરુ પુનમે ભવનાથમાં ભક્તોની લાગી લાઈન, ભોજન પ્રસાદનું વિશેષ આયોજન
- Jamnagar News : જામનગરમાં લોહાણા કન્યા છાત્રાલય ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઇ
- Guru Purnima: કીર્તિદાન ગઢવી-ગીતા રબારીએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ચાહકોને શુભેચ્છા પાઠવી