અમદાવાદના ગુલબાઈ ટેકરામાં પાણી પ્રશ્રે મહિલાઓએ માટલા ફોડી નોંધાવ્યો વિરોધ - ahmedabad
અમદાવાદ: સમગ્ર ગુજરાત અત્યારે પાણીની તકલીફો વચ્ચે અને દુષ્કાળના ઓછાયા નીચે જીવી રહી છે, ત્યારે આજ એટલે કે શનિવારના રોજ બોલિવુડના નામે પ્રખ્યાત ગુલબાઈ ટેકરા પાસે આવેલા ચાલીઓમાં પાણીની તકલીફોના કારણે લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.
અમદાવાદ
અમદાવાદના ગુલબાઈ ટેકરાની ચાલીઓના મહિલાઓ તેમજ પુરૂષો દ્વારા પાણી નહીં આવતું હોવાની ફરિયાદોના નિવારણ નહીં થવાના કારણે માટલા ફોડ્યા હતા. તદુપરાંત ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો આ પ્રશ્નનો શક્ય તેટલો ઝડપથી ઉકેલ લાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ભૂખહડતાલ કરવામાં આવશે.