ગુજરાત

gujarat

ETV Bharat / state

Bhed Movie : સસ્પેન્સ થ્રિલર ગુજરાતી ફિલ્મ ભેદનું પોસ્ટર અને ટીઝર થયું રિલીઝ - Bhed Movie Teaser

ફરી એકવાર મહિલાના સંઘર્ષને લઈને પડદા પર ગુજરાતી ફિલ્મ આગામી સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનુ નામ ભેદ છે જેનું પોસ્ટર અને ટ્રીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં સંતાનો અને માતા પિતા વચ્ચે સંબંધ તેમજ સંઘર્ષની વાત કરવામાં આવી છે.

Bhed Movie : સસ્પેન્સ થ્રિલર ગુજરાતી ફિલ્મ ભેદનું પોસ્ટર અને ટીઝર થયું રિલીઝ
Bhed Movie : સસ્પેન્સ થ્રિલર ગુજરાતી ફિલ્મ ભેદનું પોસ્ટર અને ટીઝર થયું રિલીઝ

By

Published : Jun 1, 2023, 3:27 PM IST

સસ્પેન્સ થ્રિલર ગુજરાતી ફિલ્મ ભેદનું પોસ્ટર અને ટીઝર થયું રિલીઝ

અમદાવાદ : ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક પછી એક તમામ નવા કોન્સેપ્ટ સાથે ગુજરાતી ફિલ્મો બની રહી છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની નવા વિષય સાથે ફિલ્મ લાવવાનું એક અલગ જ ચલણ ચાલી રહ્યું છે. અલગ વિષય અને અદભુત પ્રયોગના કારણે નવી ફિલ્મો સફળ પણ થઈ રહી છે, ત્યારે આવી જ સસ્પેન્સ થ્રિલર એક વધુ ગુજરાતી ફિલ્મ "ભેદ" ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું ટીઝર જોતા જ ખ્યાલ આવે છે કે ફિલ્મના દરેક સીનમાં એક અલગ પ્રકારનું રહસ્ય જોવા મળે છે. આ ફિલ્મનું ટીઝર અને પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું. ફિલ્મના ટીઝર લોન્ચ દરમિયાન સમગ્ર સ્ટાર કાસ્ટ ઉપસ્થિત રહી હતી.

આ ફિલ્મોમાં દર્શકોને સસ્પેન્સ થ્રિલર સાથે એક સોશિયલ મેસેજ પણ મળશે. જેમાં સંતાનોએ માતા-પિતાથી કોઈપણ વાત છુપાવી જોઈએ નહીં. મુશ્કેલી વખતે માતા પિતા સાથ આપતા હોય છે તેવા મેસેજ આ ફિલ્મમાં જોવા મળશે. - રીતુ આચાર્ય (ફિલ્મના પ્રોડ્યુસર)

આ ફિલ્મમાં મારા માટે સૌથી મુશ્કેલી ગુજરાતી ભાષાનો હતો ભજવ્યા છે. જ્યારે આ ફિલ્મમાં મેં એક અલગ જ પ્રકારનું પાત્ર ભજવ્યું છે. - તાનીયા રાજાવત (મુખ્ય અભિનેત્રી)

ફિલ્મની કહાની : આ ફિલ્મ સ્ટોરીની વાત કરવામાં આવે તો, ફિલ્મના નામ "ભેદ" પરથી જ સસ્પેન્સ અને થ્રિલરની ફિલિંગ લોકો કહી રહ્યા છે. ફિલ્મમાં એક યુવાન અને સંઘર્ષથી ઘેરાયેલી મહિલાની વાત દર્શાવવામાં આવી છે. મહિલા બાહ્ય મૂંઝવણો અને અહંકાર તેમજ આસપાસના લોકોની અપેક્ષાઓને કારણે અપહરણ જેવી મુશ્કેલની સ્થિતિમાં મુકાય છે. ફિલ્મની વાર્તામાં કઠિન પરિસ્થિતિમાંથી તે કઈ રીતે બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે તે દર્શાવવામાં આવ્યું છે. આ વાર્તામાં સામાન્ય જનજીવન અપીલ કરતો એક મેસેજ આપવામાં આવ્યો છે.

ફિલ્મના સ્ટાર કાસ્ટ

ફિલ્મમાં સ્ટાર કાસ્ટ :ભેદ ફિલ્મના સ્ટારકાસ્ટથી વાત કરવામાં આવે તો સ્ટાર કાસ્ટ તરીકે મોહમ્મદ હનીફ યુસુફ, (હનીફ મીર) નિશ્ચય રાણા, તાનીયા રાજાવત, મોહસીન શેખ, બિમલ ત્રિવેદી, પૂર્વી ભટ્ટ, સંજય પટેલ અને નંદિશ ભટ્ટ એ કામ કર્યું છે. આ સાથે જ અનુભવી રાઈટર અને ડિરેક્ટર ઈમરાનખાન પઠાણ છે. તેમજ ક્રિએટીવ હેડ એન્ડ પ્રોડ્યુસર રિતુ આચાર્ચ છે. ડી.ઓ.પી અબ્દુલ વાહીદ સિદ્દીક, મ્યુઝિક ડિરેક્ટર બિરજુ કંથારીયા છે.

  1. Cannes 2023: ગુજરાતના કચ્છની અભિનેત્રીએ દેખાડી ઝલક, કોમલ ઠક્કરે સતત બીજા વર્ષે કાન્સમાં ભાગ લીધો
  2. Sirf Ek Banda kafi Hai: OTT પ્લેટફોર્મ પર કિંગ બની રહ્યો છે મનોજ, વધુ એક ફિલ્મ રીલિઝ
  3. Ahmedabad News : સાધુ સંતોએ ધ કેરાલા સ્ટોરી ફિલ્મ નિહાળી, શું મંતવ્ય વ્યક્ત કર્યું જૂઓ

ABOUT THE AUTHOR

...view details