અમદાવાદ:આવતીકાલે અખાત્રીજ આ દિવસે ધરતીપુત્ર પોતાના ઉર્જાનો પૂજન કરીને સવારે ખેતરમાં ખેડવા જતા હોય છે. તે દિવસ શુભ ભવાની કારણે મોટાભાગના લોકો સોના ચાંદી અને અનેક પ્રકારની ખરીદીઓ પણ કરતા હોય છે. આ દિવસે વધુ એક મહત્વનો સાબિત થાય છે જેમાં મધ્યકાલીન સાહિત્યના સૌથી મહાન સાહિત્યકાર તરીકે ઓળખાતા અખા રહિયાદાસ સોની જેમનો જન્મ પણ અખાત્રીજના દિવસે જ થયો હતો. ગુજરાતી સાહિત્યમાં અખા ભગત તરીકે પ્રખ્યાત છે.
જન્મદિવસની ઉજવણી:પરિવાર જન મૈત્રીબેન ETV Bharat સાથે વાત કરતા જણાવ્યુ હતું કે, 'આવતીકાલે અખાત્રીજ હોવું આ દિવસે જ અખા ભગતનો જન્મ થયો હોવાથી આ દિવસે અમે અખા ભગતના સ્ટેચ્યુને ફૂલહારથી સજાવીએ છીએ. આ દિવસે અખાને ફૂલહાર નવા કપડાં પહેરાવીને અખાના છપ્પા બોલે છે. અહીંયા તે દિવસે 100 થી વધુ લોકો એકત્રિત થાય છે. નાના બાળકોને પણ અખાના વિશે માહિતી પણ આપવામાં આવે છે.'
કોણ હતા અખા ભગત?:અખા ભગતની વાત કરવામાં આવે તો અખા ભગતનો જન્મ 1591માં જેતલપુર માં થયો હતો. ત્યારબાદ તેઓ અમદાવાદના ખાજા વિસ્તારમાં આવીને વસવાટ કર્યો હતો. જેમ તેમનું મકાન હાલ પણ અખાના ઓરડા તરીકે ઓળખાય છે. અખા ભગત એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના મહાન કવિઓના એક કવિ છે તેમને જ્ઞાન ગરવો વડલો તરીકે પણ ઓળખવામાં આવે છે. અખા ગુજરાતી સાહિત્યમાં છપ્પા લખવાની શરૂઆત કરી હતી. તેમણે સમાજમાં રહેલા આડંબર પ્રત્યેનો તિરસ્કાર કરતા લખ્યું હતું કે, 'એક મુર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ..' અખા ભગતે પોતાના સમયગાળા દરમિયાન 746 જેટલા છપ્પા લખ્યા હતા.