અમદાવાદ:રાજ્યની શાળાઓ બાળકોને ફરજિયાત ગુજરાતી વિષય ભણાવે તે માટે બિલ લાવવામાં આવશે. 28 ફેબ્રુઆરીએ ગુજરાતી ભાષા ફરજિયાત કરતું બિલ આવશે. આગામી દિવસોમા ધોરણ 1-8 મા ગુજરાતી ભાષા ફરજીયાત કરાશે. બધા જ કોર્ષ ગુજરાતમાં જે ચાલે છે તે તમામને આવરી લેવામાં આવશે. જે શાળા ગુજરાતી ભાષા નથી ભણાવતી તેમને દંડ અને સજા જોગવાઈ કરાશે. પ્રથમ બે વખત દંડ અને ત્યારબાદ ત્રીજી વખત પ્રતિદિન દંડની જોગવાઈ હશે.
આ પણ વાંચોઃ Health tips: લીલા શાકભાજીના જ્યુસ ત્રણેય ઋતુમાં ગુણકારી, ઉનાળામાં પણ મોજથી પીવે છે લોકો
ગુજરાતી ભાષાને લઈને હાઈકોર્ટની ટકોર: અગાઉ રાજ્યમાં કેટલીક શાળાઓમાં આજે પણ ગુજરાતી ભાષા ન ભણાવાતી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી થઈ છે. ગુજરાતી ભાષા ન ભણાવતી શાળાઓ સામે હાઈકોર્ટ લાલઘુમ થઈ છે. સાથે જ હાઈકોર્ટે સરકારને અત્યાર સુધી કયા પગલાં લીધા અને કેવી કામગીરી કરી તેના પર વેધક સવાલ પૂછ્યા હતા. ઉપરાંત હાઈકોર્ટે સરકારને સખત પગલાં લેવા પણ કહ્યું છે. જેને પગલે હાઈકોર્ટની ટકોર બાદ ગુજરાત સરકાર વિધાનસભામાં ગુજરાતી ભાષાને ફરજિયાત કરતું બિલ રજૂ કરશે. જે અંતર્ગત ધોરણ 1થી 8માં ગુજરાતી ભાષાને ફરજિયાત કરાશે. સાથે જ તેનો અમલ ન કરનાર સામે કાર્યવાહી કરાશે.