અમદાવાદઃ ગુજરાતનાં સુપ્રસિદ્ઘ અને જાણીતા લેખિકા કુન્દનિકા કાપડિયાનું નંદીગ્રામ ખાતે 93 વર્ષની ઉંમરે દુઃખદ નિધન થયું છે. તેમણે 29 એપ્રિલ મોડી રાતે બે વાગ્યાની આસપાસ અંતિમ શ્વાસ લીધા હતાં. તેમને ગુજરાતી સાહિત્ય જગતમાં ખુબજ મોટું યોગદાન આપવા બદલ તેમને સાહિત્ય એકેડમી એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા.
કુન્દનિકા કાપડિયાના જન્મની વાત કરીએ તો તેમનો જન્મ તારીખ 01 જાન્યુઆરી,1927ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામમાં થયો હતો. તેમનું લગ્ન લેખક મકરંદ દવે સાથે થયું હતું. કુન્દનિકા કાપડિયા ગુજરાતી ભાષાના અગ્રગણ્ય વાર્તાકાર, નવલકથાકાર અને નિબંધકાર છે.
"સાત પગલાં આકાશમાં" સર્જનાત્મક કુન્દનિકા કાપડિયાનું નિધન
ગુજરાતનાં સુપ્રસિદ્ઘ અને જાણીતા લેખિકા કુન્દનિકા કાપડિયાનું નંદીગ્રામ ખાતે 93 વર્ષની ઉંમરે દુઃખદ નિધન થયું છે. તેમણે 29 એપ્રિલ મોડી રાતે બે વાગ્યાની આસપાસ અંતિમ શ્વાસ લીધા હતાં.
ગુજરાતી સાહિત્યમાં હંમેશા તેમનું નામ સન્માન સાથે લેવાશે. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગુજરાતના ગોધરા ખાતે લીધું હતુ. ત્યારબાદ કોલેજનું શિક્ષણ તેમણે ભાવનગરની શામળદાસ કોલેજમાં પુર્ણ કર્યુ હતુ. ત્યારબાદ તેમણે 1948માં રાજકારણ અને ઇતિહાસ સાથે બેચલર ઓફ આર્ટસની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે મુંબઈ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી એન્ટાયર પોલિટીક્સ સાથે M.Aની પદવી મેળવી હતી અને પછી તેમણે મકરંદ દવે સાથે વલસાડ પાસે નંદીગ્રામ નામના આશ્રમનું લોકાર્પણ કર્યું હતું. તેઓ 1955 થી 1957 સુધી યાત્રિક અને 1962 થી 1980 સુધી નવનીતમાં સંપાદક તરીકે પણ રહી ચૂક્યા છે.
તેમની સૌથી વધુ પ્રિય લેખિકાની લોકપ્રિય નવલિકાઓમાં વધુ ખુબજ યાદગાર હોય તો પ્રેમનાં આંસુ, વધુ ને વધુ સુંદર, જવા દઇશું તમને, કાગળની હોડી, મનુષ્ય થવું છે. નવલકથાઓની જો વાત કરીએ તો પરોઢ થતાં પહેલા, અગનપિપાસા અને ત્યારબાદ 'સાત પગલાં આકાશમાં" ખુબજ યાદગાર નવલકથા તરીકે રહી છે.