અભિનેત્રી મનીષા ત્રિવેદીનો સંદેશઃ સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કરીને કોરોનાને હરાવીએ - ગુજરાતી સિતારા
ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા દરરોજ વધી રહી છે. ભારતમાં મહારાષ્ટ્ર પછી ગુજરાત બીજા નંબરે આવી ગયું છે. ગુજરાતમાં 3 મે સુધી લૉકડાઉન તો છે જ, પણ અમદાવાદ, સૂરત અને રાજકોટમાં હોટ સ્પોટ વિસ્તાર રેડ ઝોનમાં કરફ્યૂ પણ નાંખવામાં આવ્યો હતો. કોરોનાથી ગુજરાતવાસીઓ ડરી રહ્યા છે. આ સંજોગોમાં ગુજરાતી અભિનેત્રી મનીષા ત્રિવેદીઆપણને સંદેશ આપી રહ્યા છે. આવો જોઈએ તેમનો વીડિયો..
અમદાવાદઃ જાણીતા અભિનેત્રી અને 'દીકરી વ્હાલ દરીયો' મનીષા ત્રિવેદીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'આપ જાણો છે કે એક મહિનાથી બધા લૉકડાઉનમાં છો. તમે બધા મુરઝાઈ ગયા છો. કંટાળી ગયા છો, બહુ બહાર ફર્યા, હવે ભગવાને તમને ઘરમાં રહેવાનો મોકો આપ્યો છે. જે ઘર તમે ખૂબ મહેનત કરીને બનાવ્યું છે, તે ઘરમાં અત્યારે કંટાળો આવે છે. ડિસ્ટર્બ થઈ ગયા છીએ, બાળકો અને પરિવાર સાથે સમય ગાળો. ખૂબ આનંદ આવશે. આપણે બહાર રહીને પર્યાવરણ, ઝાડ, છોડ વિગેરેને પ્રદુષણને કારણે નુકસાન પહોંચાડયું છે. હાલ તમે જુઓ લૉકડાઉનના સમયમાં પ્રદુષણ ઘટ્યું છે. અને ઝાડ અને છોડ લીલાછમ બની ગયા છે.'