અમદાવાદ : 26 જાન્યુઆરીથી ગુજરાત કોંગ્રેસ દ્વારા આણંદ, છોટાઉદેપુર, સુરત, અમદાવાદ, તાપી, વડોદરા વગેરે જિલ્લામાં પ્રવાસ કરી કારોબારી બેઠકનું (Congress Executive Meeting) આયોજન કરવામાં આવ્યું હતું. આ કારોબારી બેઠકમાં મુખ્ય ત્રણ મુદ્દાને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. જેમાં અવારનવાર ગુજરાતમાં થતા પેપર લીકને લઈને યુવાનોનો સરકાર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. જિલ્લાની નોંધવાની કચેરીઓ રોજગાર (Attack on BJP over Employment) આપવાની નહીં પણ બેરોજગારના આંકડા વધારવાની કચેરી બની ગઈ તેવું જોવા મળી રહ્યું છે.
6 હજાર સરકારી શાળા બંધ કરવા જઇ રહી છે : વિશ્વનાથ સિંહ વાઘેલા
યુથ કોંગ્રેસ રાજ્ય સરકાર પર આક્ષેપ (Congress Attacks BJP) કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની 6 હજારથી વધુ સરકારી શાળાઓ બંધ કરવા જઈ રહી છે. જેમાંથી સૌથી વધુ આદિવાસી સમાજની શાળાઓ છે. સરકાર આદિવાસી સમાજના છોકરા અભ્યાસથી વંચિત કરવા માંગે છે. કારણ કે, જો આ બાળકો શિક્ષિત હશે તો સરકાર સામે જળ, જમીન અને જંગલ માટે તેમની સામે આક્રોશ કરશે. તે માટે સરકારી શાળાઓ બંધ (Government Schools Closed in Gujarat) કરી રહી છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો.