ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં લોકડાઉન 4.0માં ઘણી છૂટછાટ મળશે: નિતીન પટેલ - કોવિડ--19

ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ આજે ગુરુવારના અમદાવાદના હાર્દ સમાન ગણાતા એસજી હાઈવે પર પહોંચ્યાં હતાં. એસજી હાઈવે પહોંચીને જે સિક્સ લેન રોડ બનાવવામાં આવી રહ્યો છે તે કામનું નિરીક્ષણ કર્યું હતું. લોકડાઉન-4ના નવા નિયમોને લઈને નિતીન પટેલે આજે એક મોટું નિવેદન આપ્યું હતું.

ગુજરાતમાં લોકડાઉન 4.0માં ઘણી છૂટછાટ મળશે: નિતીન પટેલ
ગુજરાતમાં લોકડાઉન 4.0માં ઘણી છૂટછાટ મળશે: નિતીન પટેલ

By

Published : May 14, 2020, 7:18 PM IST

અમદાવાદઃ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે લોકડાઉન-4ના નવા નિયમોને લઈને જણાવ્યું કે, રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને લૉકડાઉન 4.0 માટેના અભિપ્રાય સૂચવશે, જે અંગે ગુજરાત સરકારે એક કમિટીની રચના કરી છે. ગુજરાતમાં લૉકડાઉન હળવું કરવા અમે કેન્દ્ર સરકારને અમારા અભિપ્રાય આપવાના છીએ. ગુજરાતના 70 ટકા વિસ્તારમાં બજાર ચાલુ થવાની છે. તેના માટે ભારત સરકારને સૂચનો મોકલીશું. લોકોની આવક ચાલુ થાય તેવા પ્રયાસ શરૂ કરીશું, તેના માટે મુખ્યપ્રધાન રૂપાણીના અધ્યક્ષ સ્થાનેથી એક બેઠક પણ યોજાઈ છે. નિતીન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી દિવસોમાં જ્યારે તમામ ઉદ્યોગ-ધંધા ખૂલશે ત્યારે લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું આવશ્યક બની રહેશે.

ગુજરાતમાં લોકડાઉન 4.0માં ઘણી છૂટછાટ મળશે: નિતીન પટેલ
ગુજરાતમાં વસવાટ કરતાં પરપ્રાંતીયોએ વતનની વાટ પકડી છે. ત્યારે નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે જણાવ્યું કે, પરપ્રાંતીયોને વતન મોકલવા માટે સરકાર દ્વારા ખાસ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. પરંતુ હવે રાજ્યમાં મોટા ભાગના ઉદ્યોગો તેમજ બાંધકામ ક્ષેત્રમાં કામ શરૂ થવાથી શ્રમિકોને રોજગારી મળી શકશે અને પહેલાંની જેમ ગુજરાત દોડતું થઈ જશે.

ABOUT THE AUTHOR

...view details