અમદાવાદ:કમોસમી માવઠા બાદ રાજ્યના હવામાનમાં ખાસ મોટો ફેરફાર જોવા મળી રહ્યો નથી. જો કે ડિસેમ્બર મધ્ય એટલે ફૂલબહારમાં શિયાળો જામતો હોય છે. પરંતુ આ વર્ષે કંઈ ખાસ ઠંડીમાં વધારો જોવા મળ્યો નથી. હવામાન વિભાગે જણાવ્યું છેકે, નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અલ નીનોના કારણે જોઈએ તેવી ઠંડી પડી રહી નથી.
શું કહ્યું અંબાલાલે:હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર આવી શકે છે. 16-18 ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ગતિ કરશે. 18મી ડિસેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થશે. ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે. 23 મી ડિસેમ્બરે ગુજરાતમાં પણ માવઠાની સંભાવના છે. જાન્યુઆરી માસ પણ ઠંડો રહેશે સાથે આ વર્ષે ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે.
ક્યાં કેટલું નોંધાયું તાપમાન | |
શહેર | તાપમાન |
અમદાવાદ | 16.5 |
ડીસા | 13.4 |
ગાંધીનગર | 14.9 |
વડોદરા | 16.4 |
સુરત | 21.4 |
વલસાડ | 19 |
દ્વારકા | 19 |
પોરબંદર | 16.3 |
રાજકોટ | 14.5 |
સુરેન્દ્રનગર | 16.2 |