ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Weather Update : ખેડૂતો ધ્યાન આપો, ફરી એકવાર રાજ્યમાં વરસાદની આગાહી - કમોસમી વરસાદ

ગુજરાતમાં હવામાનના વર્તારાએ ફરીવાર ખેડૂતોના માથે ચિંતાની લકીર તાણી દીધી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં ચાર દિવસ વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં રાજ્યમાં કમોસમી વરસાદનો વધુ એક દોર જોવા મળશે.

Gujarat Weather Update : ખેડૂતો ધ્યાન આપો, ફરી એકવાર રાજ્યમાં વરસાદની આગાહી
Gujarat Weather Update : ખેડૂતો ધ્યાન આપો, ફરી એકવાર રાજ્યમાં વરસાદની આગાહી

By

Published : Apr 27, 2023, 5:45 PM IST

વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી

અમદાવાદ : ગુજરાતમાં ભરઉનાળે કમોસમી વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ઉનાળામાં સમયાંતરે વાતાવરણમાં પલટો જોવા મળે છે. ત્યારે ફરી એક વાર રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં અમુક જગ્યાએ વરસાદી માહોલ જામ્યો છે, તો અમુક શહેરોમાં ઠંડો પવન પણ જોવા મળ્યો હતો. જેને લઇને ગરમીના પ્રમાણમાં ઘટાડો થયો છે.

હવામાન વિભાગની આગાહી : વાતાવરણનો મિજાજ કેવો છે તેને લઇને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગ અધિકારીના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે અને આવતીકાલે રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે. જેને લઇને ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

આ પણ વાંચો Gujarat Weather : ધમધમાતા ઉનાળામાં આગામી દિવસોમાં અનુભવાશે રાહત

ગઇકાલે પણ વરસાદ પડ્યો :જોકે ગઇ કાલે વાદળછાયા વાતાવરણ વચ્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડ્યો હતો. જેને લઇને એપ્રિલ માસમાં માવઠાના કારણે ગરમી અને ભેજમાં વધારો થયો છે. હાલ રાજ્યમાં તાપમાન 39-40 ડિગ્રી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વાદળછાયા વાતાવરણને કારણે તાપમાન 40 ડિગ્રીને પાર જવાની શક્યતા નહિવત છે. જો કે હાલમાં બપોરના સમયે કાળઝાળ ગરમી જોવા મળી રહી છે તો સાંજે વાતાવરણ પલટો જોવા મળી રહ્યો છે. બીજી તરફ આગામી ચાર દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

કયા વિસ્તારમાં વરસાદ : અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં ગઇકાલે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. બીજીતરફ અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 40.4 ડિગ્રી નોંધાતા બપોરના સમયે કાળઝાળ ગરમીનો અહેસાસ થયો હતો. તો સાંજના સમયે શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાંજના સમયે વાદળો ઘેરાવાની સાથે પવન ફૂંકાતા ઠંડક ફેલાઈ હતી. હાલ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસાદની શક્યતાઓ રહેલી છે. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો Unseasonal Rains : રાજકોટમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા

વરસાદની શક્યતા: આ દિવસોમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. અમદાવાદમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનમાં વેસ્ટર્ન સર્ક્યુલેશનના કારણે વાતાવરણ બદલાઇ શકે છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની આગાહી સાથે આગામી ત્રણ દિવસમાં 3 ડિગ્રી જેટલું તાપમાન ઓછું થવાની સંભાવનાઓ હવામાન વિભાગે જણાવી છે. જેને લઇને ખેડૂતો ફરી એકવાર ચિંતામાં મૂકાયા છે.

ABOUT THE AUTHOR

...view details