કમોસમી વરસાદથી ઋતુપરિવર્તન અમદાવાદ: હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહિવત જોવા મળી રહી છે. પરંતુ રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે પંચમહાલના દાહોદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી 4 દિવસ બાદ વાતાવરણ ખુલ્લું થતાં તાપમાનમાં ઘટાડો થવાની સંભાવનાઓ છે.
નલિયામાં 12 ડિગ્રી તાપમાન:રાજ્યના હવામાનમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. બે દિવસ અગાઉ રાજ્યમાં ચોમેર જોવા મળેલા માવઠા બાદ હવે ઠંડીએ જોર પકડતાં ઠંડી પણ વધી છે. સાથે રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ચોમાસા જેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં હાલ માવઠાને કારણે દિવસનું તાપમાન ઓછું હોવાથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સૌથી ઓછું 12 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 18 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.
રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે:હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસો દરમિયાન રાજ્યમાં વાતાવરણ ડ્રાય રહેવાની સંભાવના છે. પરંતુ રાજ્યના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા છે. રાજ્યમાં ક્યાંક છૂટોછવાયો વરસાદ રહી શકે છે. કમોસમી વરસાદની હાલ પૂરતી કોઈ આગાહી નથી. પરંતુ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે રવિવાર અને સોમવારે રાજ્યમાં કમોસમી વરસાદને પગલે ઠંડીનું પ્રમાણ વધ્યું છે તો ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે, જો કે સરકારે પાક નુકસાનીનો સર્વે શરૂ કરી દીધો છે. જો કે આગામી ચાર દિવસ પછી તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
- પોરબંદરમાં કમોસમી કેસર કેરીનો રેકોર્ડ બ્રેક ભાવ 1551 રુપિયા, એક જ દિવસમાં ભાવ ડબલ
- માવઠાંએ બગાડ્યો સુરતી પોંકનો સ્વાદ, જુવાર લાલ થતા પાકની ગુણવત્તા બદલાશે અને ભાવ પણ વધશે