ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Forecast: રાજ્યમાં આગામી ત્રણ દિવસ આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

રાજ્યને ધમરોળ્યા બાદ મેઘરાજાએ કેટલાક દિવસોથી વિરામ લીધો છે. હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. આગામી દિવસોમાં ક્યાંક વરસાદી ઝાપટું જોવા મળી શકે છે. ગુજરાતમાં સિઝનનો 70 ટકા વરસાદ વરસી ગયો છે.

Etv Bharat
Etv Bharat

By

Published : Aug 7, 2023, 9:12 AM IST

અમદાવાદઃ રાજ્યમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી થોડા દિવસ ભારે વરસાદની કોઇ સંભાવના નથી. જો કે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. જો કે પવનની ગતિ વધારે હોવાથી માછીમારોને હજુ પણ દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે

ક્યાં પડી શકે છે વરસાદ:જુનાગઢ, ગીરસોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં છૂટાછવાયા સ્થળે વરસાદ વરસી શકે છે. જ્યારે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, દમણના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

છૂટો છવાયો વરસાદ પડશે: ગુજરાતમાં હાલ કોઈ જ સિસ્ટમ સક્રીય નથી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 3 દિવસ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ ઓછી છે. જોકે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો કે હળવો વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી: રાજ્યમાં વરસાદ સામાન્ય રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાડવામાં આવ્યું છે. ત્યારે હવે આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ગુજરાતમાં કોઈ અસર થવાની નથી. જેથી આગામી દિવસોમાં ક્યાંક વરસાદી ઝાપટું જોવા મળી શકે છે. જોકે અત્યાર સુધી સિઝનમાં ચોમેર વરસાદી વાતાવરણ વચ્ચે માહોલ ઠંડો જોવા મળી રહ્યો છે. આવનારા દિવસોમાં હાલ ક્યાંય ભારે વરસાદની આગાહી નથી.

અત્યાર સુધીમાં 70 ટકા જેટલો વરસાદ:રાજ્યના 206 જળાશયોમાં હાલ સરેરાશ જળસ્તર 71 ટકા છે. રાજ્યમાં 89 જળાશયો હાઇ એલર્ટ પર છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશનના અહેવાલ મુજબ કચ્છમાં અત્યાર સુધી સૌથી વધુ 135.72 ટકા, સૌરાષ્ટ્રમાં 109.10 ટકા, ઉત્તર ગુજરાતમાં 68.77 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 62.59 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

  1. Gujarat Rain Update: ગુજરાતમાં 4 ઓગસ્ટ બાદ મેઘરાજા કરશે જમાવટ, અત્યાર સુધી સિઝનનો 92 ટકા વરસાદ નોંધાયો
  2. Gujarat Rain Update: ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ રહેશે, બંગાળની ખાડીમાં સર્જાયેલા દબાણની અસર નહિ થાય

ABOUT THE AUTHOR

...view details