ગુજરાત

gujarat

ETV Bharat / state

ઠંડીની જમાવટ સાથે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં માવઠાંની આગાહી કરાઇ

શિયાળો ધીમે પગલે આવી રહ્યો છે ત્યાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં ગુજરાતમાં 25 થી 26 નવેમ્બર સુધીમાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે. કયા વિસ્તારોમાં માવઠું પડી શકે જૂઓ.

ઠંડીની જમાવટ સાથે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં માવઠાંની આગાહી કરાઇ
ઠંડીની જમાવટ સાથે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં માવઠાંની આગાહી કરાઇ

By ETV Bharat Gujarati Team

Published : Nov 20, 2023, 3:52 PM IST

સામાન્યથી મધ્યમ વરસાદ પડશે

અમદાવાદ : દિવાળી બાદ હવે ગુજરાતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. સવાર અને રાત્રિ દરમ્યાન તાપમાનનો પારો સતત નીચે આવી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આવનારા દિવસોમાં લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે તથા કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી પણ કરી છે.

વરસાદની આગાહી : ગુજરાતમાં 25 થી 26 નવેમ્બર સુધીમાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં વરસાદ બાદ તાપમાન ધીમે ધીમે ઘટવાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવ્યું છે. જોકે હાલ સવારે ઠંડીનું પ્રમાણ વધતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે જેના કારણે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની શકયતા છે.

ઠંડીની જમાવટ : ગુજરાતમાં શિયાળાની શરુઆત બાદ હવે ઠંડી જમાવટ કરવા લાગી છે. વહેલી સવારે હવે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. લોકોએ સવારે અને સાંજના સમયે સ્વેટર અને જેકેટ પહેરવાની ધીમે ધીમે શરુઆત કરી દીધી છે. જો કે આ વચ્ચે હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે હવામાન વિભાગના મત મુજબ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ શકે છે.

ખેડૂતો ચિંતામાં મૂકાયાં : જોકે આ કમોસમી વરસાદને કારણે પાકની સ્થિતિ પર પણ અસર પડી શકે છે.હા લ ગુજરાતમાં નવેમ્બર માસ પૂર્ણ થતાંની સાથે જ ઠંડી ધીમી ગતિએ વધી રહી છે. ત્યારે વધતી ઠંડી વચ્ચે ગુજરાતવાસીઓએ હવે કમોસમી વરસાદનો પણ સામનો કરવો પડી શકે છે. જોકે ડિસેમ્બર માસના અંત સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહીને પગલે ખેડૂતો ફરી એક વાત ચિંતામાં મૂકાઈ ગયા છે.

એકદમ સામાન્ય માવઠું : તો બીજી તરફ હવામાન વિભાગે કમોસમી વરસાદની કરેલી આગાહી બાદ ખેડૂતોને ચિંતા ન કરવા અપીલ કરવામાં આવી છે. વધુમાં હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં 24થી 26 તારીખમાં માવઠું થવાની સંભાવના વ્યક્ત કરી છે. જોકે, આ કમોસમી માવઠું એકદમ સામાન્ય માવઠું હશે અને ગુજરાતમાં ક્યાંય સાર્વત્રિક વરસાદ નહીં પડે, પરંતુ કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ થઈ શકે છે. જોકે હાલ તો આગામી 5 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે.

  1. Gujarat Weather : ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ ? સૌથી ઠંડા શહેર સહિતની વિગતવાર માહિતી આ અહેવાલમાં...
  2. Gujarat Weather Update: રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, જાણો

ABOUT THE AUTHOR

...view details