અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં(Gujarat University ) દર વર્ષે નવા કોર્ષ શરૂ કરવામાં આવે છે. જેમાં સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ એમ તમામ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ રેગ્યુલર કોર્ષ સિવાય કોઈ નવો અભ્યાસ કરી શકે તે માટે ખાનગી યુનિવર્સિટીમાં પણ ના ચાલતા હોય તેવા કોર્ષ દર વર્ષે યુનિવર્સિટીમાં ભણાવવામાં આવે છે. આ વર્ષે પણ ગુજરાત યુનિવર્સિટીમાં નવા કોર્ષ ભણાવવામાં (Sea Farming Course at Gujarat University)આવશે, જેમાં ખાસ સમુદ્રમાં ખેતી કરવાનો કોર્ષ ગુજરાત યુનિવર્સિટીમાં ભણાવવામાં આવશે. દેશમાં કોઈ પણ (New courses in Gujarat University)જગ્યાએ આ કોર્ષ ભણાવવામાં આવતો નથી તે ગુજરાત યુનિવર્સીટી પ્રથમ વખત ભણાવશે.
કોર્ષ ભણાવવા MOU કરવામાં આવ્યા -ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટેનેબિલિટી દ્વારા અત્યારે જેમાં યુજીના IMRSના ઇન્ટિગ્રેટેડ 8 પ્રકારના કોર્ષ 5 વર્ષ માટે તથા MRSના બે વર્ષના પીજીના કોર્ષ ભણાવવામાં આવે છે. હવે નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં 8 નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં સિવિડ ફાર્મિંગનો કોર્ષ ખૂબ જ રસપ્રદ કોર્ષ રહેશે. જમીન પર તો ખેતી થાય જ છે પરંતુ દરિયામાં કેવી રીતે ખેતી થઈ શકે તે અંગે ભણાવવામાં આવશે જેમાં થિયરી અને પ્રેક્ટિકલ બંને રીતે ભણાવવામાં આવશે. IIS દ્વારા પીડીલાઈટ કંપની સાથે આ કોર્ષ ભણાવવા MOU કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃગુજરાત યુનિવર્સીટી સંલગ્ન ગ્રાન્ટ ઇન એડ અને સરકારી કૉલેજોમાં વર્ગ દીઠ 20 સીટમાં વધારો
કોર્ષની બે બેન્ચ ચાલશે -IIS દ્વારા 2 પ્રકારે 8 કોર્ષ ભણાવવામાં આવશે જેમાં એક ઇન્ટિગ્રેટેડ માસ્ટર ઓફ રૂરલ મેનેજમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટી(IMRS) જે 5 વર્ષનો કોર્ષ રહેશે અને 10 સેમેસ્ટર આવશે. જેમાં સવારની બેચ ચાલશે તથા એક સેમેસ્ટર દીઠ 23,410 રૂપિયા ફી રહેશે, જ્યારે બીજો માસ્ટર ઓફ રૂરલ સ્ટડીઝ( MRS) 2 વર્ષનો કોર્ષ અને 4 સેમેસ્ટ રહેશે. આ કોર્ષમાં સાંજની બેચ ચાલશે અને સેમેસ્ટર દીઠ 23410 રૂપિયા ફી રહેશે.