અમદાવાદ: કોરોના વાઇરસે સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધો છે. કોરોના વાઇરસને નાથવા માટે અત્યાર સુધી કોઈ ચોક્કસ સારવાર કે રસી શોધાઈ નથી. ત્યારે ગુજરાતના અમદાવાદમાંથી સારા સમાચાર આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસરે કોરોના વાઇરસની આયુર્વેદિક દવા તૈયાર કરી હોવાનો દાવો કર્યો છે.
કોરોના વાઇરસના વધતા કેસો સામે ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસરે શોધી હર્બલ આયુર્વેદિક દવા આયુષ મંત્રાલયે પણ પ્રોફેસરને આયુર્વેદિક દવાના ટ્રાયલ માટે મંજૂરી આપી દીધી છે. ઇમ્યુરાઈઝ નામની આયુર્વેદિક દવાનો ઉપયોગ કરવામાં આવશે. પ્રોફેસર ડોકટર રાકેશ રાવલ, અક્ષય સેવકે દવા તૈયાર કરી છે. દવાનું એનિમલ ટેસ્ટિંગ સફળતા સાથે પૂર્ણ કરી દેવાયું છે. ત્યારે હવે કોરોનાગ્રસ્ત દર્દી માટે ઇમ્યુરાઇઝ દવાનો ઉપયોગ કરવામાં આવશે. આગામી સમયમાં AMCના સહયોગથી કોરોનાના દર્દીઓને આ દવા આપવામાં આવશે. આ દવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
આયુષ મંત્રાલયે આપી ટ્રાયલની મંજૂરી કોરોના મહામારી પગલે આખું વિશ્વ ચિંતિત છે. દિનપ્રતિદિન કેસો સંખ્યા વધી રહી છે, ત્યારે વધતા કેસો સામે હવે રાહતના સમાચાર મળી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઈફ સાયન્સ ફૂડ સાયન્સ એન્ડ ન્યુટ્રીશનના પ્રોફેસર રાકેશ રાવલ અને આયુર્વેદિક ડૉક્ટર અક્ષય સેવક દ્વારા કોરોના વાઇરસ માટેની હર્બલ આયુર્વેદિક દવા શોધવામાં આવી છે. આ આયુર્વેદિક દવાને ઈમ્યુરાઈઝ નામ આપવામાં આવ્યું છે અને તેનું પ્રાણીઓ પર સફળ ટેસ્ટિંગ પણ થઈ ચૂક્યું છે. એનિમલ ટેસ્ટિંગમાં સફળતા મળ્યા બાદ હવે માણસોમાં તેનાં ટ્રાયલની શરૂઆત કરવામાં આવશે.
આ ઇમ્યુરાઈઝ નામની દવાનું એનિમલ ટેસ્ટિંગ સફળતા પૂર્વકપૂર્ણ કરવામાં આવ્યું છે. દવાનું એનિમલ ટેસ્ટિંગ બાદ હવે કોરોનાગ્રસ્ત દર્દી માટે ઇમ્યુરાઈઝ દવાનો ઉપયોગ કરે તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આગામી સમયમાં કોવિડ-19ના દર્દીઓને આ દવા આપવાની શરૂઆત કરવામાં આવશે. જો કેવિડ-19 માટે શોધાયેલી આ દવાના પ્રયોગથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આગામી સમયમાં કોરોનાના દર્દીઓને આ દવા આપવાની શરૂઆત કરાશે. આ દવાના પ્રયોગથી દર્દીની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. કોરોના એસિમટોમેટિક અને માઈલ્ડ ફીવર હોય તેવા દર્દીઓને દિવસમાં બે ટાઈમ 4–4 ટેબ્લેટ લેવાની રહેશે. દર્દીમાં ઘટેલું CBC આ દવાના ઉપયોગથી વધતું હોવાનું સામે આવ્યું છે. આ દવા કેન્સર જેવા રોગમાં આપવામાં આવતી કેમોથેરાપી–રેડિયોથેરાપીની આડઅસરને પણ ઓછી કરે છે.