અમદાવાદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે ગુજરાત યુનિવર્સિટીના માનહાનિ કેસમાં અમદાવાદની કોર્ટે અરવિંદ કેજરીવાલ અને આપના નેતા સંજય સિંહ સામે સમન જાહેર કર્યું છે. અમદાવાદની ક્રિમિનલ કોર્ટે બંને નેતાઓની વિરુદ્ધ આ સમન એક અરજી પર જાહેર કર્યું છે. આ અરજી યુનિવર્સિટીના કુલસચિવ તરફથી જાહેર કરવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, હાઈકોર્ટના નિર્ણય બાદ બંને નેતાઓની પ્રેસ કોન્ફરન્સથી ગુજરાત યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે.
અરજદારની દલીલ:અરજદાર વકીલ અમિત નાયર જણાવ્યું હતું કે 31 માર્ચના રોજ ગુજરાત હાઇકોર્ટએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડીગ્રી સંબંધતી ડોક્યુમેન્ટ આપવા ના જોઈએ. બીજા દિવસે 1 એપ્રિલન રોજ અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન તેમજ ગુજરાત યુનિવર્સિટી વિશે ટ્વીટર અને અલગ અલગ માધ્યમો પર તેમજ બીજા દિવસે પણ તેજ પ્રમાણે ગુજરાત યુનિવર્સિટી વિશે વાત કરી હતી. હાઇકોર્ટમાં ચુકાદામાં સામે આવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટમાં પહેલાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડોક્યુમેન્ટ ઉપલોડ છે. આ બંને પહેલાથી જાણ હોવા છતાં પણ આવી રીતે ઉશ્કેવારનો પ્રયત્ન કર્યો હતો.
આ પણ વાંચોRahul Gandhi rally in kolar: અટકને લઈ જ્યાંથી વિવાદ શરૂ થયો એ જ કોલારમાં રાહુલ ગાંધી રેલીને સંબોધિશે