અમદાવાદઃ કોરોનાના કારણે ગુજરાત યુનિવર્સિટી (Gujarat University )દ્વારા ગત સત્રની જેમ આ સત્રની પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓને ઓફલાઈન અને ઓનલાઈનનો વિકલ્પ આપવામાં (Gujarat University Exam 2022)આવ્યો છે. બી.કોમ સહિત તમામ પરીક્ષામાં કુલ 90,000 કરતા વધુ વિદ્યાર્થીઓ છે. જે પૈકી 39,000 વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષાની પસંદગી કરી છે જ્યારે 50,000 કરતા વધુ વિદ્યાર્થીઓએ ઓફલાઈન પરીક્ષા આપવાનીતૈયારી દર્શાવી છે.
ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા આ પણ વાંચોઃગુજરાત યુનિવર્સિટીમાં વિક્રમ સારાભાઈ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટર શરૂ કરાશે
પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે જે મુજબ પરીક્ષાઓ 28મી ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે જે આગામી 9મી માર્ચ સુધી ચાલશે. દરેક વિદ્યાશાખા માટેનો પરીક્ષાનો વિસ્તૃત કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ પરીક્ષા પુરી થયા બાદ ઓફલાઇન એકઝામ માટેનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચોઃGTU Exam Postponed: 20 જાન્યુઆરીથી શરૂ થતી GTUની તમામ પરીક્ષા મોકૂફ, જાણો ક્યારે જાહેર કરાશે નવી તારીખ