અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી શૈક્ષણિક સંઘએ ગુજરાતના શિક્ષણપ્રધાનને પોતાની સાયબર સિક્યુરિટી બાબતે પત્ર લખ્યો છે. આ પત્ર લખવા પાછળનું કારણ છે કે, ઉચ્ચ શિક્ષણ કમિશરની કચેરી દ્વારા રાજ્યના તમામ શિક્ષકોને પોતાની જાણકારી COGENT સાઇટ પર અપલોડ કરવા કહેવામાં આવ્યું છે અને શિક્ષકોના કહેવા અનુસાર આ સોફ્ટવેરમાં માહિતી સલામત નથી.
ગુજરાત યુનિવર્સિટી શૈક્ષણિક સંઘે રાજ્યના શિક્ષણપ્રધાનને ઓનલાઇન સાઇટ અંગે લખ્યો પત્ર - COGENT સાઇટ પર અપલોડ
ગુજરાત યુનિવર્સિટી શૈક્ષણિક સંઘે ગુજરાતના શિક્ષણપ્રધાનને પોતાની સાયબર સિક્યુરિટી બાબતે પત્ર લખ્યો છે. આ પત્ર લખવા પાછળનું કારણ છે કે, ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા રાજ્યના તમામ શિક્ષકોને પોતાની જાણકારી COGENT સાઇટ પર અપલોડ કરવા કહેવામાં આવ્યું છે અને શિક્ષકોના કહેવા અનુસાર આ સોફ્ટવેરમાં માહિતી સલામત નથી.
શિક્ષકોનું કહેવું છે કે, તેઓએ આ બાબતે કેટલાક ITના જાણકારો સાથે વાત કરી છે અને તેમાં જાણવા મળ્યું કે, આ પોર્ટલની લિંક httpsથી શરૂ ન થતી હોવાથી તે સિક્યોર કેટેગરીમાં આવતું નથી. વધારે ઉમેરતા શિક્ષકોએ જણાવ્યું કે, તે સાઈટ પર સ્પષ્ટ સુચના આપવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, તમારે કોઈ પણ પ્રકારની મહત્વની માહિતી મુકવી નહી કારણ કે, તે કોઈ પણ હેકર્સ દ્વારા ચોરાઈ શકે છે.
શિક્ષકોને આ COGENT પોર્ટલ પર પોતાની પાનકાર્ડ, આધારકાર્ડ, જન્મ તારીખ નાખવાનું કહેવામાં આવ્યું છે અને આ તમામ માહિતી બેંક સાથે પણ જોડાયેલી હોય છે. તેથી આ માહિતી આ સાઇટ પર મુકવી જોખમકારક સાબિત થઈ શકે છે. ગુજરાત યુનિવર્સિટી શૈક્ષણિક સંઘનું સ્પષ્ટપણે માનવું છે કે, માહિતીનું કેન્દ્રીકરણ અને ડીજીટલાઈઝેશન જરૂરી છે અને તે સમયની માંગ છે. પરંતુ સાથે માહિતીની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે.