અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર ડિગ્રી મુદ્દે અરવિંદ કેજરીવાલે કરેલા ટિપ્પણી સામે ગુજરાત યુનિવર્સિટીએ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ સામે અમદાવાદ મેટ્રો કોર્ટમાં બદનક્ષીનો કેસ દાખલ કરેલો છે. આ કેસ અંતર્ગત સમન્સ ઇશ્યૂ કર્યું હતું. જેની સામે કેજરીવાલ દ્વારા સેશન્સ કોર્ટમાં, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી આ કેસ પહોંચ્યો હતો જ્યાંથી પણ તેમને રાહત મળી ન હતી. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટની આ કેસ પર નિર્ણય લેવા કહ્યું હતું. જેમાં જસ્ટિસ સમીર દવેની કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
અમને સેશન્સ કોર્ટે પૂરતા સાંભળવામાં આવ્યા નથી. તેમ જ અમને કેસની પ્રાયોરિટી પ્રમાણે પણ તારીખ આપવામાં આવી નથી. ટ્રાયલ કોર્ટમાં આ કેસની કાર્યવાહી આગળ વધે તે પહેલા રિવિઝન અરજી ઉપર સુનાવણી થવી યોગ્ય છે. આ સમગ્ર કેસ મેટ્રો કોર્ટમાં 31 ઓગસ્ટ સુનાવણી માટે આવશે. જ્યારે રિવિઝન અરજીને 15 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે કારણ કે જે જસ્ટિસમાં આ કેસ ચાલી રહ્યો છે તેઓ રજા પર છે.- મિહિર જોશી, અરવિંદ કેજરીવાલના વકિલ
રિવિઝનના નામે કોર્ટ કાર્યવાહી પર સ્ટે માંગવો યોગ્ય નથી. આ સમગ્ર મામલે સુનાવણી બાદ જસ્ટિસ સમીર દવેએ આદેશ આપતા જણાવ્યું હતું કે, રિવિઝન અરજીને અન્ય સિવિલ જજની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે અને તેની ઉપર દસ દિવસમાં નિર્ણય લેવામાં આવે. સિવિલ કોર્ટ દસ દિવસમાં આ અંગે નિર્ણય કરશે. - નિરૂપણ નાણાવટી, ગુજરાતી યુનિવર્સિટીના વકીલ
આ કારણોસર કાર્યવાહી મુલતવી રખાશે :આ સાથે જ કોર્ટે નોંધ્યું છે કે, જો આરોપી રિવિઝન અરજીની પેડેન્સી દરમિયાન મેજિસ્ટ્રેટ સમક્ષ ટ્રાયલ મુલતવી રાખવા માંગે છે તો ફરિયાદી પક્ષ તેનો વિરોધ કરી શકશે નહીં. એટલે કે મેટ્રો કોર્ટમાં 31 ઓગસ્ટે જો બંને પક્ષોની સહમતી હશે તો મેટ્રોકોટમાં કાર્યવાહી મુલતવી રાખવામાં આવશે.
- આ કેસમાં અત્યાર સુધીમાં થયેલી કાર્યવાહી ઉપર એક નજર
- 15 એપ્રિલ 2023ના ગુજરાત યુનિવર્સિટીએ મેટ્રો કોર્ટમાં અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ સામે બદનક્ષીનો દાવો દાખલ કર્યો હતો.
- 23 મે 2023ના રોજ મેટ્રો કોર્ટે સાંસદ અને મુખ્યપ્રધાન સામે 7 જુને કોર્ટમાં ઉપસ્થિત રહેવાના સમન્સ કાઢ્યા હતા.
- 7 જુન 2023ના બંને આરોપીઓ કોર્ટમાં હાજર ન થયા તો, કોર્ટે ફરી સમન્સ ઇશ્યૂ કરી 13 જુલાઈના ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું.
- 13 જુલાઈ 2023ના રોજ દિલ્હીમાં પૂરની પરિસ્થિતિને લઈને મુખ્ય પ્રધાન અને સાંસદ હાજર ન થયા.
- 24 જુલાઈ 2023ના રોજ બંને આરોપીએ સેસન્સ કોર્ટમાં મેટ્રો કોર્ટના સમન્સ વિરુદ્ધ અરજી દાખલ કરી, રાહત માંગી હતી.
- 25 જુલાઈ 2023ના રોજ સ્ટેશન કોર્ટ દ્વારા નોટિસ મળતા યુનિવર્સિટીએ વકીલ રોકવા 20 દિવસનો સમય માંગ્યો હતો.
- 26 જુલાઈ 2023ના બંને આરોપી મેટ્રો કોર્ટમાં ઉપસ્થિત ન થયા, ગુજરાત યુનિવર્સિટીના વકીલે 11 ઓગસ્ટમાં જો આરોપી ઉપસ્થિત ના થાય તો જામીન પાત્ર વોરંટ કાઢવા માંગ કરી હતી.
- 5 ઓગસ્ટ 2023ના રોજ સેશન્સ કોર્ટે બંને આરોપીઓને રાહત આપવાનો ઇનકાર કર્યો અને 21 ઓગસ્ટે વધુ સુનવણી રાખી હતી.
- 8 ઓગસ્ટ 2023ના સેશન્સ કોર્ટે કોઈ પણ રાહત ન આપતા બંને આરોપીઓએ હાઇકોર્ટમાં અરજી કરી હતી.
- 11 ઓગસ્ટ 2023ના જજ સમીર દવે બંને આરોપીઓને અરજન્ટ રાહત ના આપી વધુ સુનાવણી 29 ઓગસ્ટે રાખી.
- 11 ઓગસ્ટ 2023ના રોજ હાઇકોર્ટે બન્ને આરોપીઓને રાહત ના આપતા મેટ્રો કોર્ટે આરોપીના વકીલ પાસેથી આરોપીની ગેરહાજરીમાં કાર્યવાહી આગળ ચલાવવા બાંહેધરી લીધી હાઇકોર્ટની સુનાવણી બાદ 31 ઓગસ્ટ તારીખ આપી હતી.
- 21 ઓગસ્ટ 2023ના સેશન્સ કોર્ટનો અર્જન્ટ હીયરિંગ મુદ્દે ઇન્કાર થયો.
- 22 ઓગસ્ટ 2023ના સેશન્સ કોર્ટે 21 ઓગસ્ટે કરેલી અરજી રિજેક્ટ કરી હતી.
- 23 ઓગસ્ટ 2023ના બંને આરોપીઓ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.
- 25 ઓગસ્ટ 2023ના સુપ્રીમ કોર્ટે બંને આરોપી અને અરજી ફગાવી હાઇકોર્ટને નિર્ણય લેવા કહ્યું હતું.
- PM Modi Degree row : SC એ PM મોદીની શૈક્ષણિક ડિગ્રી માનહાનિ કેસમાં કેજરીવાલની અરજી ફગાવી
- Nitish Kumar Delhi Visit: અરવિંદ કેજરીવાલ અને CM નીતિશ વચ્ચે આજે બેઠક, બિહારના CM અન્ય વિપક્ષી નેતાઓને પણ મળશે