યુનિવર્સિટીના સમાજકાર્ય વિભાગમાં ગેરરીતિ કરનારા વ્યક્તિ સામે ગુનો નોંધાયો અમદાવાદ :ગુજરાત યુનિવર્સિટી ખાતે ડોક્ટર રંજન ગોહિલની નિમણૂક સમાજકાર્ય વિભાગ 2018માં કોઓર્ડીનેટર દ્વારા એડહોક ધોરણે 40 હજાર રૂપિયા માસિકના ફિક્સ વેતનથી કરવામાં આવી હતી. ત્યારબાદ ડોક્ટર પ્રદીપ પ્રજાપતિ સમાજ કાર્ય વિભાગના કો-ઓર્ડીનેટર બન્યા બાદ તેમણે ડોક્ટર રંજન ગોહિલની નિમણુક એડહોક તરીકે ફિક્સ પગારમાં થયેલી હોવા છતાં જુલાઈ 2019થી જાન્યુઆરી 2020 સુધીનો માસિક 50 હજાર રૂપિયા પગાર ચૂકવી આપ્યો હતો.
ઇન્ટરવ્યૂ વિના તેમજ ભરતી વિના નિમણૂક : ડોક્ટર પ્રદીપ પ્રજાપતિએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને 14 જાન્યુઆરી 2019ના રોજની સલાહકાર સમિતિની મીનીટસ નોટમાં ઠરાવમાં જણાવ્યા મુજબ ફિલ્ડ ઓફિસર સહિત અધ્યાપક સહાયક તરીકે કામ ચલાઉ ધોરણે જેઓને નિમણૂકો આપવામાં આવી છે. તેમનું એક વર્ષનું અજમાયેશી ગાળો પૂર્ણ થયાથી જે તે ફીડ ઓફિસર અધ્યાપકને પૂર્ણ સમયના અધ્યાપક સહાયક તરીકેના નિમણૂક આપવાનું જણાવી કોઈ પણ જાતના ઇન્ટરવ્યૂ વિના તેમજ ભરતી અંગેની યોગ્ય કાર્યવાહી કર્યા વિના જ રેફરન્સની નોટિફિકેશન દ્વારા ડોક્ટર રંજન ગોહિલની આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાયમી નિમણૂક કરી હતી.
સમાજકાર્ય વિભાગમાં ગેરરીતિ મામલે ફરિયાદ પગાર સ્લીપ વગર ચૂકવવાતો : નોટિફિકેશનમાં સુધારા કરી સરખા નંબરથી જ ડોક્ટર રંજન ગોહિલની નિમણુંક પે સ્કીલ 57,700 તેમજ અન્ય ભથ્થાઓ સાથે કરવામાં આવી હતી. જે ખરેખરમાં એપોઇન્ટમેન્ટમાં બહાર પાડી નિમણૂક આપવાની રહેતી હોય છે, ત્યારબાદ ડોક્ટર રંજન ગોહિલને ફેબ્રુઆરી 2020થી સપ્ટેમ્બર 2021 સુધી દર મહિને 70,784 તેમજ ઓક્ટોબર 2021થી માર્ચ 2022 સુધી દર મહિને 84,760નો પગાર કોઈપણ પગાર સ્લીપ વગર ચૂકવી આપવામાં આવ્યો હતો. જે ખરેખરમાં અધ્યાપક સહાયની જગ્યા પર ચૂકવી શકાય નહીં.
આ પણ વાંચો :Veer Narmad South Gujarat University: ટેક્સટાઇલ-જેમ્સ એન્ડ જ્વેલરી ડિઝાઇન અંગેનો કોર્ષ શરૂ થશે
પ્રદીપ પ્રજાપતિની જવાબદારી :ડોક્ટર રંજન ગોહિલની નિમણુક એડહોક તરીકે ફિક્સ પગારમાં કોઈ નવી ભરતી ન થાય ત્યાં સુધી કરવાની હતી. બાદમાં નવી ભરતી બહાર પડતાં ફરિયાદીની કાયમી આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની નિમણૂક થઈ હતી. જેથી યુનિવર્સિટીના નિયમ મુજબ જો ડોક્ટર રંજન ગોહિલની એડહોક તરીકેની નિમણૂક ચાલુ રાખવી હોય તો તેના માટેની જાહેરાત આપી જરૂરી પ્રક્રિયાનું સર્વાની રહે છે. જે કોર્ડીનેટર તરીકે ડોક્ટર પ્રદીપ પ્રજાપતિની જવાબદારી રહેતી હોય તેમ છતાં પણ તેઓએ કોઈપણ પ્રક્રિયા અનુસર્યા વગર જ ડોક્ટર રંજન ગોહિલને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ પર ચાલુ રાખ્યા હતા. તેમજ યુનિવર્સિટી દ્વારા તપાસ કરતા ડોક્ટર પ્રદીપ પ્રજાપતિએ SBI જનરલ ઇન્શ્યોરન્સમાં ડોક્ટર રંજન ગોહિલને પોતાની દીકરી તરીકે 50 ટકાની વારસદાર ગણાવી હતી. તેમજ યુનિવર્સિટીના પત્ર વ્યવહારમાં પોતાને ડોક્ટર રંજન ગોહિલના પાલક પિતા તરીકે દર્શાવી હતી.
આ પણ વાંચો :MBBS ગુણ કૌભાંડમાં તપાસમાં HNGU યુનિવર્સિટીના કુલપતિને બેદરકાર બતાવ્યા
પોલીસ તપાસ : આ સમગ્ર મામલે તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી અને તપાસ સમિતિ દ્વારા ડોક્ટર રંજન ગોહિલની નિમણૂક બાબતે તપાસ કરી રિપોર્ટ પાઠવવામાં આવ્યો હતો. જેમાં ડોક્ટર રંજન ગોહિલની નિમણુંક નિયમ અનુસાર ન થયેલી હોવાનું ધ્યાને આવતા આ સમગ્ર મામલે અંતે ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આ અંગે ગુજરાત યુનિવર્સિટીના PI વી.જે જાડેજાએ જણાવ્યું હતું કે, આ ઘટના સંદર્ભે ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. જરૂરી દસ્તાવેજો એકત્ર કરી આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે.