- ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા શિક્ષણપ્રધાનને પગે પડ્યા
- શિક્ષણપ્રધાન ગાડીમાંથી ઉતરતા હતા તે દરમ્યાન પગે લાગીને સ્વાગત કર્યું
- સ્કૂલ ઓફ કોમર્સમાં કૌટિલ્ય મ્યુઝમ ઓફ એકાઉન્ટ્સીનું શિક્ષણપ્રધાને ઉદ્ઘાટન કર્યું હતું
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) ના કુલપતિની આ બીજી ટર્મ ચાલી રહી છે. હજુ પણ બે જેટલા વર્ષ સુધી કુલપતિ રહેવાના છે, ત્યારે અવારનવાર ગુજરાત યુનિવર્સિટીન પ્રોગ્રામમાં શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh Chudasama) હાજરી આપતા હોય છે. ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ મ્યુઝીયમ (Museum) છે. આજે શુક્રવારે નવા મ્યુઝિયમનું શિક્ષણપ્રધાન દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પગે લાગ્યા આ પણ વાંચો: Gujarat University પણ હવે કોરોના પીડિત વિદ્યાર્થીઓની સહાય કરશે
શિક્ષણપ્રધાનને જાહેરમાં પગે પડતા ત્યાં હાજર અનેક લોકો સ્તબ્ધ થઈ ગયા
સ્કૂલ ઓફ કોમર્સના કેમ્પસમાં કૌટિલ્ય મ્યુઝીયમ ઓફ એકાઉન્ટ્સીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh Chudasama) પોતાની ગાડીમાંથી ઉતરતા હતા, ત્યારે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા શિક્ષણપ્રધાનને પગે લાગ્યા હતા. તે ખરેખર અશોભનીય ગણી શકાય. આ પ્રસંગ દરમ્યાન હિમાંશુ પંડ્યા (Himanshu Pandya) એ પોતાના પદનું ભાન ભૂલી શિક્ષણપ્રધાનને જાહેરમાં પગે પડતા ત્યાં હાજર અનેક લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. અવારનવાર હિમાંશુ પંડ્યા (Himanshu Pandya) ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) ને લઈને વિવાદમાં રહેલા છે ત્યારે વધુ એકવાર વિવાદમાં આવ્યા છે.
આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે હિમાંશુ પંડ્યા રિપિટ થાય તેવી શક્યતાઓ
ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથપાલ દ્વારા લખાયેલા પુસ્તકનું પણ શિક્ષણપ્રધાને વિમોચન કર્યું
આ મ્યુઝીયમ (Museum) માં કૌટિલ્યના સમયથી ચાલી આવતી એકાઉન્ટની પ્રક્રિયા, જૂની પદ્ધતિનું એકાઉન્ટ, જૂના સિક્કા સહિતની વસ્તુઓનું મ્યુઝિયમમાં રાખવામાં આવી હતી. શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh Chudasama), ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) ના કુલપતિ હિમાંશુ પંડ્યા, ICAI ના પૂર્વ પ્રમુખ. CA સુનીલ તલાટી, ઉપકુલપતિ જગદીશ ભાવસાર અને રજિસ્ટાર પી.એમ.પટેલ હાજર રહ્યા હતા. સાથે જ ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથપાલ દ્વારા લખાયેલા પુસ્તકનું પણ શિક્ષણપ્રધાને વિમોચન કર્યું હતું.