અમદાવાદમાં અસામાજિક તત્વો સામે ગુજરાત યુનિવર્સિટીની લાલ આંખ અમદાવાદ: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી યુવાનો પોતાના વાહનમાં સ્ટંટ કરતા નજરે પડતા હોય છે. જેના કારણે અન્ય લોકોના પણ મુકાતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે ગુજરાતી સૌથી મોટી યુનિવર્સિટી એટલે કે ગુજરાત યુનિવર્સિટીમાં પણ થોડા દિવસ પહેલા યુવાનો સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા હવે જે પણ વાહનમાં સ્ટીકર હશે. તેમના ગુજરાત યુનિવર્સીટી કેમ્પસમાં પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો છે. જેને લઇને આવતીકાલથી ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.
ટ્રાય શરૂ કરવામાં આવી:હાલમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ પ્રાયોગિક ધોરણે ટ્રાય શરૂ કરવામાં આવી છે. જે ગુજરાતની યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ સ્ટાફ અને કર્મચારીઓને સ્ટીકર આપવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ વિદ્યાર્થીઓ તેમજ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓના આઈકાર્ડ પણ આપવામાં આવ્યું છે. આનું મુખ્ય કારણ છે કે જે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં સામાજિક તત્વો અલગ અલગ પ્રકારના સ્ટંટ કરતા હોય છે. તેની ઉપર કાબુ મેળવવાનો રહેશે. જે ગુજરાત યુનિવર્સિટીના વિવિધ કામોથી આવશે તેમને ગેટથી એક અલગ કાગળમાં ચિઠ્ઠી બનાવીને આપવામાં આવશે.
આજથી ખાસ ડ્રાઈવ:ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશ માટે ફરજિયાત પણે સ્ટીકર લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની સ્પેશિયલ ડ્રાઈવ યુનિવર્સિટી દ્વારા આવતીકાલથી શરૂ કરવામાં આવશે. શરૂઆતના તબક્કામાં ગુજરાતી સુધીના અધિકારીઓ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે ડ્રાઇવ શરૂ કરવામાં આવશે. હાલમાં મુલાકાતીઓને પ્રવેશ માટે રજીસ્ટર કરાવું એક ચિઠ્ઠી લખીને જ પ્રવેશ આપવામાં આવશે. આ સિવાય કોઈ પણ વ્યક્તિને પ્રવેશ આપવા આપવામાં આવશે નહીં.
સ્ટીકર ફરજિયાત: ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી યુવાનો અવનવા પ્રકારના સ્ટંટ કરતા નજરે જોવા મળી આવતા હોય છે. ત્યારે થોડા સમય પહેલા જ યુનિવર્સિટી કેમ્પસમાં જોખમી રીતે એક સાથે 6 કાર ચલાવીને સ્ટંટ કરતા નજરે પડ્યા હતા. જે બાબતે ગુજરાત યુનિવર્સીટી દ્વારા આ નોંધ ખૂબ જ ગંભીરતાથી લીધી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા અસામાજિક તત્વોને ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં પ્રવેશ ના કરે તે માટે સ્ટીકર પ્રથા અમલમાં મૂકી છે. જેને લઈને તેમને રજીસ્ટ્રેશન શરૂઆત કરી હતી. જેનો અમલ આવતીકાલથી શરૂ કરવામાં આવશે.
- Ahmedabad News: શહેરમાં રોગચાળો વકર્યો, 15 દિવસોમાં કોલેરાના 20 અને મચ્છરજન્ય રોગના કુલ 534 કેસ નોંધાયા
- Ahmedabad News : પ્રાણી સંગ્રહાલયના સુપરિન્ટેન્ડન્ટની ભરતી, 1 જગ્યા માટે 50 અરજી આવી, ઇન્ટરવ્યૂ પ્રક્રિયા વિશે જાણો