ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat University Admission :અમદાવાદના મેયરે ભત્રીજાના એડમિશન માટે ગુજરાત યુનિવર્સીટીમાં કુલપતિની બે કલાક રાહ જોઈ

ગુજરાત યુનિવર્સીટીમાં (Gujarat University)એડમિશન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. પરંતુ હજુ અનેક કોલેજમાં ઓફલાઇન એડમિશન (Offline Admission in College)ચાલુ છે, જેમાં અત્યારે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.ત્યારે ખૂબ જ સરળ સ્વભાવના અમદાવાદ મેયર કિરીટ પરમાર (Ahmedabad Mayor Kirit Parmar) પોતાના ભત્રીજાના LLB ના એડમિશન માટે ગુજરાત યુનિવર્સીટી (Gujarat University Admission) પહોંચ્યા હતા.પરંતુ ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ (Chancellor of Gujarat University)કોઈ કારણથી બહાર મિટિંગમાં હોવાને કારણે મેયર 1 વાગ્યા સુધી ગુજરાત યુનિવર્સીટીમાં જ બેઠા હતા.

Admission Issue GU:અમદાવાદના મેયરે ભત્રીજાના એડમિશન માટે ગુજરાત યુનિવર્સીટીમાં  કુલપતિની બે કલાક રાહ જોઈ
Admission Issue GU:અમદાવાદના મેયરે ભત્રીજાના એડમિશન માટે ગુજરાત યુનિવર્સીટીમાં કુલપતિની બે કલાક રાહ જોઈ

By

Published : Dec 1, 2021, 1:15 PM IST

  • ગુજરાત યુનિવર્સીટીમાં એડમિશન પ્રક્રિયા પૂર્ણ થઈ
  • યુનિવર્સીટીમાં એડમિશન માટે મેયરે બે કલાક કુલપતિની રાહ જોઈ
  • સમય પસાર કરવા મેયર અલગ અલગ કચેરીમાં ગયા


અમદાવાદઃગુજરાત યુનિવર્સીટીમાં એડમિશન પ્રક્રિયા (Admission process in Gujarat University)પૂર્ણ થઈ છે. પરંતુ હજુ અનેક કોલેજમાં ઓફલાઇન એડમિશન ચાલુ છે, જેમાં અત્યારે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, ત્યારે એડમિશનથી વંચિત રહી ગયેલા અમદાવાદના મેયર કિરીટ પરમારના (Ahmedabad Mayor Kirit Parmar)ભત્રીજા માટે મેયર ગુજરાત યુનિવર્સીટી (Gujarat University)આવ્યા હતા. જ્યાં તેમને અઢી કલાક સુધી રાહ જોઈ હતી અને એક કચેરીમાંથી અન્ય કચેરીમાં જઈને સમય પસાર કર્યો છે.

સમય પસાર કરવા મેયર અલગ અલગ કચેરીમાં ગયા

ત્યારે ખૂબ જ સરળ સ્વભાવના અમદાવાદના મેયર કિરીટ પરમાર (Ahmedabad Mayor Kirit Parmar)પોતાના ભત્રીજાના LLB ના એડમિશન માટે ગુજરાત યુનિવર્સીટી (Gujarat University) સવારે 10:30 વાગ્યાના પહોંચ્યા હતા.પરંતુ ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ કોઈ કારણથી બહાર મિટિંગમાં હોવાને કારણે મેયર 1 વાગ્યા સુધી ગુજરાત યુનિવર્સીટીમાં જ બેઠા હતા.સમય પસાર કરવા મેયર અલગ અલગ કચેરીમાં ગયા હતા

મેયર અઢી કલાક જેટલો સમય રાહ જોઈને બેઠા

LLB માં અત્યારે મોટા ભાગની કોલેજમાં બેઠક ફૂલ થઈ ગઈ છે ત્યારે હવે ભત્રીજાના એડમિશન માટે મેયર કિરીટ પરમાર ખુદ યુનિવર્સીટી આવ્યા હતા.પરંતુ મેયરે ગુજરાત યુનિવર્સીટીની વ્યસ્તતા વચ્ચે અઢી કલાક જેટલો સમય યુનિવર્સીટીમાં રાહ જોઈ હતી.કુલપતિ કોઈ કારણથી યુનિવર્સીટીના આવી શક્યા હોવા છતાં મેયર અઢી કલાક જેટલો સમય રાહ જોઈને બેઠા હતા.

આ પણ વાંચોઃસરકારે 30 ટકા mcqની પદ્ધતિ અમલી કરતા શાળા સંચાલક મંડળ નારાજ, અમે 30 ટકા કોર્ષ ઘટાડવાની માંગ કરી હતી: શાળા સંચાલક મંડળ

આ પણ વાંચોઃsessions court in gujarat : ઉત્કર્ષ ઈસ્પાતના ભાગીદાર નીરજ અને CA હિમાંશુની જામીનની અરજી સેશન્સ કોર્ટે ફગાવી

ABOUT THE AUTHOR

...view details