અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી તાજેતરમાં જ (Olympic Games 2036) યોજાઈ ગઈ છે, જે વખતે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો, તેમાં ગુજરાત 2036માં ઓલિમ્પિકની યજમાની કરશે.ઉલ્લેખનીય છે કે, ગરવી ગુજરાતના છોરુ રમતગમતને લઇને ખુબ જ ઉત્સાહી હોય છે. ત્યારે 2036માં ઓલિમ્પિકને માટેની તમામ તૈયારીઓ કરશે, તેવું જણાવ્યું હતું. (olympic games 2036 host country)
અમિત શાહ સમક્ષ પ્રેઝન્ટેશન થયું હતુંતાજેતરમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ અને ભાજપ ફરીથી સત્તા પર આવ્યું છે. શપથવિધિ સમારોહ પછી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રમતગમતપ્રધાન (Olympic Games 2036 in Gujarat) હર્ષ સંઘવી સાથે અલગથી બેઠક કરી હતી. તેમાં ગુજરાતના રમતગમત વિભાગ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદમાં નિર્માણ પામનાર સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ, નારણપુરા સ્પોર્ટ્સ સંકુલ અને અમદાવાદ રિવરફ્રન્ટથી લઈને ગાંધીનગર સુધી રમતગમત માટેના મેદાનો અને સ્ટેડિયમની વિગતો આપવામાં આવી હતી. (olympic games 2036 bids)
અમદાવાદ અને ગાંધીનગરમાં મોટાભાગની રમતો રમાશેસુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ઓલિમ્પિક્સની રમતો અમદાવાદ અને ગાંધીનગરમાં જ રમાશે, માત્ર દરિયાઈ રમતો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે યોજાય તેવી વાત છે. ઓલિમ્પિક્સ વિલેજ માટે અમદાવાદ ગાંધીનગર પાસે ભાટ પાસેની જમીન નક્કી કરવામાં આવી છે. 2036માં ઓલિમ્પિક્સ ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમની વિશ્વના સૌથી મોટા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંયોજાશે. કેટલીક વોટર ગેમ્સ રિવરફ્રન્ટમાં તૈયાર થઈ રહેલા વોટર બેરેઝમાં યોજાશે, જોકે આ અંગે હજુ કોઈ ફાઈનલ નિર્ણય લેવાયો નથી. (olympic games 2036 berlin)
મણિપુર ગોધાવીમાં 200 એકરમાં ઓલિમ્પિક વિલેજ બનશે?તોબીજી તરફ મળતી માહિતી મુજબ ગુજરાત સરકાર બોપલથી આગળ મણિપુર ગોધાવીમાં 200 એકર જમીનમાં ઓલિમ્પિક્સ વિલેજ અને ટ્રેનિંગ સેન્ટર બનાવવાની યોજના તૈયાર કરાઈ છે. જો આ પ્રોજેક્ટ તૈયાર થાય તે ઓલિમ્પિકની અનેક રમતો અહીંયા પણ રમાઈ શકે તેમ છે. (olympic games 2036 dates)
આ પણ વાંચો36મી નેશનલ ગેઇમ્સ સપ્ટેમ્બર 2022માં રમશે ભારત, થયો આવો રોચક લોગો લોન્ચ