ગુજરાત

gujarat

ETV Bharat / state

IPL Season 2022: દરેક ગેમમાં પડકારો હોય જ છે, જીતની કોઈ ગેરન્ટી આપી ન શકે : હાર્દિક પંડ્યા - IPL Season 2022

IPLની ગુજરાત ટાઈટન્સ ટીમે પોતાના યુનિફોર્મ (Gujarat Titans Launched Uniform) ટી-શર્ટ લોન્ચ કર્યું છે. ગુજરાત ટાઈટન્સ ટીમના કપ્તાન હાર્દિક પંડ્યા અને હેડ કોચ તરીકે બોલર આશિષ નેહરા છે. ત્યારે આ ટી-શર્ટ લોન્ચ પ્રસંગે IPLને (IPL Season 2022) લઈને શું ઉત્સુકતા દશાવી આવો જાણીએ.

IPL Season 2022 : દરેક ગેમમાં પડકારો હોય જ છે, જીતની કોઈ ગેરન્ટી આપી ના શકે : હાર્દિક પંડ્યા
IPL Season 2022 : દરેક ગેમમાં પડકારો હોય જ છે, જીતની કોઈ ગેરન્ટી આપી ના શકે : હાર્દિક પંડ્યા

By

Published : Mar 14, 2022, 8:08 AM IST

Updated : Mar 14, 2022, 1:29 PM IST

અમદાવાદ : સમગ્ર ભારત IPLની 15મી સિઝન (IPL Season 2022) માટે તૈયાર છે. આ વખતે ઘણા પ્રયત્નો બાદ IPLમાં ગુજરાતની ટીમ બની છે. જેને ગુજરાત ટાઈટન્સ નામ અપાયું છે. તેના કેપ્ટન ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તેમજ હેડ કોચ ફાસ્ટ બોલર આશિષ નેહરા છે.

ગુજરાત ટાઈટન્સ ટીમે પોતાના યુનિફોર્મ લોન્ચ કર્યું છે

આ પણ વાંચો :TATA IPL 2022: સુરતના આગણે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમની પ્રેક્ટિસ કરશે

ગુજરાત ટાઈટન્સની ટી-શર્ટ લોન્ચ -અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPLની ગુજરાત ટાઈટન્સ ટીમે પોતાના યુનિફોર્મની (Gujarat Titans Launched Uniform) ટી-શર્ટ લોન્ચ કરી હતી. આ પ્રસંગે BCCI ના સેક્રેટરી જય શાહ, પરિમલ નથવાણી, ટીમના કપ્તાન હાર્દિક પંડ્યા અને ટીમના હેડ કોચ આશિષ નેહરા સહિત ટીમના અન્ય ખેલાડીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કપ્તાન હાર્દિક પંડ્યાએ (Captain of Gujarat Titans Team) આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાત ટાઈટન્સને લોકો સપોર્ટ કરશે એવી અમે આશા રાખી રહ્યા છીએ. IPL માટે આ નવી ટીમ છે, એટલે ચેલેન્જ તો હશે જ. પરંતુ દરેક ગેમમાં ચેલેન્જ હોય જ છે. સો ટકા જીતની ગેરંટી કોઈ આપી શકતું નથી.

આ પણ વાંચો :IPL 2022: ચેતન સાકરીયાનો સંઘર્ષ તેનું શિક્ષણ અને ક્રિકેટ પર મામાની રસપ્રદ વાત

ગુજરાત ટાઈટન્સમાં આઠમા નંબરે પણ બેટિંગની ક્ષમતા : આશિષ નહેરા -ગુજરાત ટાઈટનસના હેડ કોચ (Gujarat Titans Head Coach) આશિષ નેહરાએ જણાવ્યું હતું કે, હું IPL રમી ચુક્યો છું. આ ગેમમાં જીત અને હારનું અંતર ખૂબ જ ઓછા માર્જિનથી હોય છે. અમે દરેક વસ્તુ પર ફોકસ કરી રહ્યા છીએ. જ્યાં સુધી પ્રસિદ્ધ ખેલાડીઓના બહાર રહેવાની વાત છે તો ટીમના ચાહકોએ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે, ગુજરાત ટાઈટન્સ (T shirt Launch of Gujarat Titans) પાસે આઠ નંબર સુધી બેટિંગ કરી શકે તેવી ક્ષમતા છે. IPL માંથી ઘણા સ્ટાર ખેલાડીઓ ઉભરી આવ્યા છે. તેવી રીતે આ વખતે ગુજરાત ટાઈટન્સ માંથી પણ સ્ટાર ખેલાડીઓ ઊભરી આવશે.

Last Updated : Mar 14, 2022, 1:29 PM IST

ABOUT THE AUTHOR

...view details