અમદાવાદ: કોરોના વાઇરસને લઈને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ શકી નથી. તેને લઈને વિદ્યાર્થીઓ ખૂબ જ અસમંજસમાં હતા.પરંતુ હવે તેમની ચિંતાનો અંત આવ્યો છે.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ છેલ્લા વર્ષના વિદ્યાર્થી માટે પરીક્ષાની તારીખ જાહેર કરી - સ્ટુડન્ટ પોર્ટલ
વૈશ્વિક મહામારી કોરોનાને લઈને યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ અટકી છે. જેમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષા પણ લેવાઈ શકી નથી તે પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાની જાહેરાત કરી દેવામાં આવી છે. જે મુજબ ઓનલાઈન પરીક્ષા 30 જુલાઈથી લેવાશે, ઓફલાઇન પરીક્ષા 17 ઓગસ્ટથી લેવાશે જ્યારે સપ્ટેમ્બરમાં ખાસ પરીક્ષા પણ લેવામાં આવશે આઆ પરીક્ષાઓ 70 માર્કસની MCQ આધારિત હશે.જેમાં એક માર્કસનો એક પ્રશ્ન એમ કુલ 70 પ્રશ્નો પુછાશે.
આ પરીક્ષાઓનું આયોજન રેગ્યુલર અંડર ગ્રેજ્યુએટ અને ડિપ્લોમામાં અભ્યાસ કરતા છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે, તેમજ રેગ્યુલર અને રેમેડિયલ કોર્સમાં અભ્યાસ કરતા તમામ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવશે.
ઓનલાઇન પરીક્ષાઓની શરૂઆત 30 જુલાઈથી થશે, જેનું વિગતવાર સમયપત્રક ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની વેબસાઈટ પર મુકવામાં આવશે. જ્યારે ઓફલાઈન પરીક્ષાઓ 17 ઓગસ્ટથી શરૂ થશે. જે વિદ્યાર્થીઓ ઓફલાઇન પરીક્ષા અને ઓનલાઈન બંને વિકલ્પમાંથી એકેયમાં હજાર રહી શકે તેમ ન હોય તો, તેમના માટે સ્પેશિયલ પરીક્ષાઓ સપ્ટેમ્બર મહિનામાં લેવામાં આવશે.
રેગ્યુલર અંડર ગ્રેજ્યુએટ તેમજ ડિપ્લોમાં કોર્સના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ અને રેગ્યુલર તેમજ રેમેડિયલ પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સના તમામ સેમેસ્ટરના વિધાર્થીઓએ ઉપરના ત્રણ વિકલ્પોમાંથી કોઈપણ એક વિકલ્પમાં પરીક્ષા આપવી ફરજીયાત છે. જે વિદ્યાર્થીઓએ ચોઈસ ફીલિંગ કરી દીધું છે, તેમની ચોઈસ પ્રમાણે ઉપરના દિવસે પરીક્ષા યોજાશે.જ્યારે તેમને ચોઈસ બાકી છે, તેમને સ્ટુડન્ટ પોર્ટલ પર જઇને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
આ પરિક્ષાઓમાં નેગેટીવ માર્કીંગ રહેશે નહીં.ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ પસંદ કરનારા વિદ્યાર્થીઓએ ફરજીયાત પ્રિ-ચેક ટ્રાયલ ટેસ્ટ આપવાની રહેશે આ ઉપરાંત પરીક્ષાની પેપર સ્ટાઇલ અને પદ્ધતિ જાણવા તેમજ પરીક્ષાને લઇને કોઇપણ પ્રશ્નો માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની વેબસાઈટ જોતા રહેવું અથવા વિધાર્થીઓએ પોતાની કોલેજના સંપર્ક કરવાનો રહેશે.