વિદ્યાર્થીઓ ન મળતાં કોલેજોએ કોલેજ બંધ કરવા માટે ક્લોઝર નોટિસ પાઠવી છે. જેમાં મહેસાણા અને હિંમતનગરની ફાર્મસી અને સિધ્ધપુર તથા જૂનાગઢની મેનેજમેન્ટ કોલેજ સામેલ છે. જ્યારે રાજકોટની એમસીએ અને ગાંધીનગરની એન્જિનિયરિંગ કોલેજ બંધ થશે. એક એન્જિનિયરિંગ કોલેજ બંધ થવા છતાં રાજ્યમાં 30 હજાર જેટલી બેઠકો ખાલી રહેશે.
ગુજરાતની 6 કોલેજ થશે બંધ, વિદ્યાર્થીઓ નહીં મળતાં કોલેજ તંત્રએ લીધો નિર્ણય - Gtu News
અમદાવાદઃ ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટી સંલગ્ન ફાર્મસી અને એન્જિનિયરિંગની 6 કોલેજોએ પોતાના અભ્યાસક્રમ બંધ કરવા માટે યુનિવર્સિટીને ક્લોઝર નોટિસ મોકલી છે.
GTU
આ વર્ષે સાયન્સમાં 1.46 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર 95 હજાર જ પાસ થયા હતા. તે પૈકી A ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 39 હજાર હતી. તેમાંથી 45 ટકા ઉપરની ટકાવારી મેળવનાર મોટાભાગના એન્જિનિયરિંગમાં પ્રવેશને પાત્ર છે. આ ઉપરાંત 39 હજારમાંથી કેટલાકને બીએસસીમાં પ્રવેશ મળે છે. રાજ્યમાં એન્જિનિયરિંગની કોલેજોમાં 61 હજાર બેઠકો સામે રાજ્યમાંથી 39 હજાર વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેને પગલે અડધોઅડધ બેઠકો ખાલી રહેવાની શક્યતા છે.
Last Updated : May 15, 2019, 6:34 PM IST